play Store

સાવધાન : જાણો તમારા ફોનમાં વાઇરસ ક્યાથી આવે છે?

ટેક્નોલૉજી

સાયબર સિક્યુરિટી એજન્સીઓ હંમેશાં આપણને ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું સૂચન કરે છે, તેમજ સાથે સાથે થર્ડ પાર્ટી સ્ટોરથી એપ્લિકેશન ડાઉનલોડ ના કરવાનું પણ સૂચવે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સૌથી વધુ વાયરસ ગૂગલ પ્લે સ્ટોર પરથી જ આવે છે.

શું સર્વે કરવામાં આવ્યો હતો?
NortonLifeLock અને IMDEA નામના બે સોફ્ટવેર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે. બંને સંસ્થાઓના સંયુક્ત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગૂગલ પ્લે સ્ટોર તમારા ફોનમાં વાયરસ ઘુસાડવાનો સૌથી મોટો સ્રોત છે.

રિપોર્ટ અનુસાર, ગૂગલ પ્લે સ્ટોર પરથી આવી 67.2% એપ્લિકેશન એવા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી છે જેમાં કોઈને કોઈ પ્રકારના વાઇરસ હોય છે. એટલે કે, ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવતી 67.2% એપ્લિકેશનમાં વાઇરસ હોય જ છે.

કેવી રીતે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો?
આ અહેવાલ તૈયાર કરવા માટે, સતત ચાર મહિના માટે 7.9 મિલિયન એપ્લિકેશનો અને 12 મિલિયન Android સ્માર્ટ ફોનનો અભ્યાસ કરવામાં આવ્યો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે થર્ડ પાર્ટી સ્ટોરના માધ્યમથી ફક્ત 10.4 ટકા Android ફોનમાં વાઇરસ આવે છે.

આ અહેવાલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરેલ Android એપ્લિકેશનો, વેબ બ્રાઉઝર્સ, અને અન્ય સ્રોતો શામેલ છે.અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે 87.2% એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવે છે, જેમાંથી 67.2% એપ્લિકેશન વાઇરસવાળી હોય છે. આ સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે ગૂગલ પ્લે સ્ટોર પર એપ્સ પ્રકાશિત કરવાની કોઈ નીતિ નથી.