neckless

ફ્રાન્સની રાણી ક્વીન મેરીના એન્ટોનેટના ડાયમંડ બ્રેસલેટની હરાજી થઈ, કિંમત જાણીને ચોંકી જશો.

ખબર હટકે

ફ્રાન્સના રાજા લુઇસ સોળમાની પત્ની મેરી એન્ટોઇનેટના હીરાના બ્રેસલેટની મંગળવારે હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં, રાણી એન્ટોઇનેટનું બ્રેસલેટ 8.34 મિલિયન ડોલર(લગભગ 61,98,79,257 કરોડ રૂપિયા)માં વેચાયું હતું.રાણી એન્ટોઇનેટની જ્વેલરીની સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં હરાજી કરવામાં આવી હતી.

હરાજીમાં વેચાયેલા બ્રેસલેટમાં 112 હીરા જડેલા હતા અને એક બ્રેસલેટનું વજન 97 ગ્રામ હતું. બ્રેસલેટ પણ સોના અને ચાંદીથી શણગારેલું હતું.

રાણી એન્ટોનેટે આ બ્રેસલેટ 1776માં તેના અંગત ઝવેરી ચાર્લ્સ ઓગસ્ટે બોહેમર પાસેથી ખરીદ્યું હતું. જાન્યુઆરી 1791માં રાણીને કેદ કરવામાં આવી ત્યારે તેણે લાકડાના બોક્સમાં તેના મનપસંદ દાગીના ભરીને ઑસ્ટ્રિયા મોકલ્યા.

મેરી એન્ટોનેટને ઓક્ટોબર 1793ના રોજ ગિલોટિન દ્વારા ફાંસી આપવામાં આવી હતી. તેના મૃત્યુ પછી તેનું બ્રેસલેટ તેની પુત્રી મેરી થેરેસીને આપવામાં આવ્યું હતું. ત્યારથી આ બ્રેસલેટ ફ્રાંસના આ પરિવારના સભ્યો પાસે જ હતા.

ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, તે ફ્રાન્સની છેલ્લી રાણી હતી. 2018માં, ક્વીન એન્ટોઇનેટનો હીરા અને મોતીનો હાર 36 મિલિયન ડોલર(રૂ. 2,67,57,37,800 અબજ)માં વેચાયો હતો.