બોલીવુડમાં કોનું પત્તું ક્યારે ચડી જાય એ કઈ નક્કી જ નથી હોતું, બોલીવૂડમાં ઘણા હીરો અને હીરોઈન એવા છે જેમનું નામ આજે પણ ગણતરીમાં લેવાય છે પરંતુ માત્ર નિષ્ફળ વ્યક્તિઓ તરીકે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે આ અભિનેતાઓ ફિલ્મોમાં ભલે નિષ્ફળ રહ્યા પરંતુ તેમના વાસ્તવીક જીવનમાં તે ખૂબ જ હિટ સાબિત થયા. અને તેમને સ્વર્ગની અપ્સરા જેવી સુંદર પત્નીઓ મળી. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.
ઇમરાન ખાન
મોહબ્બતેં ફિલ્મમાં પોતાના અભિનયનો જાદુ બતાવનાર અભિનેતા ઇમરાન ખાન પણ નિષ્ફળ અભિનેતાના લિસ્ટમાં આવી ગયો છે. ઈમરાનને પણ ખુબ જ સુંદર પત્ની મળી. ઈમરાન ખાનની પત્નીનું નામ છે અવંતિકા મલિક.

ફરદીન ખાન
બોલીવુડમાં એક સમયે ફરદીન ખાન ચોકલેટી અભિનેતા તરીકે જાણીતો હતો. તેને પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ સતત નિષ્ફળ રહેવાના કારણે તે નશામાં ધૂત થઈ ગયો હતો અને તેમનું કેરિયર સમાપ્ત થઇ ગયું. ફરદીન ખાનની પત્ની ખુબ જ સુંદર છે. એક સમયની પ્રખ્યાત અભિનેત્રી મુમતાઝની દીકરી નતાશા સાથે ફરદીનના લગ્ન થયા છે.

જાયદ ખાન
જાયદ ખાન પણ બોલીવુડના નિષ્ફળ અભિનેતાના લિસ્ટમાંનો એક છે. તેણે શાહરુખ ખાન સાથે “મેં હુ ના” ફિલ્મમાં કામ કર્યું હતું, તેને પણ ખુબ જ સુંદર પત્ની મળી છે જેનું નામ છે મલાઈકા પારેખ. એવું કહેવામા આવી રહ્યું છે કે મલાઈકા પારેખ તેની બાળપણની મિત્ર હતી.

આફતાબ શિવદાસની
અભિનેતા આફતાબ શિવદાસીની એક સમયે બોલીવુડમાં ખુબ જ મોટું નામ હતું, આફતાબ શિવદાસનીએ બોલીવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ એક કારકીર્દીના એક તબક્કા બાદ તે પણ સતત ફ્લોપ રહેવા લાગ્યો. પરંતુ વાસ્તવિક જીવનમાં તે હિટ સાબિત થયો. આફતાબ શિવદાસનીને પણ ખુબ જ સુંદર પત્ની મળી છે જેનું નામ છે નિન દુસંજ.

અભિષેક બચ્ચન
બોલીવુડના મહાનાયક એવા અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન આમ તો બોલીવુડમાં સુપર ડુપર ફ્લોપ રહ્યો છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે બાજી મારી ગયો છે. તેને જીવનસાથી તરીકે મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય મળી ગઈ.

વત્સલ શેઠ
અભિનેતા વત્સલ શેઠ દેખાવમાં ખુબ જ રૂપાળા છે, પરંતુ જેવા દેખાવમાં છે તેવા ફિલ્મોમાં એટલું કઈ ઉકાળી શક્યાં નથી. વત્સલ શેઠે ફિલ્મ “ટાર્જન: ધ વંડર કાર”માં પોતાનો અભિનય આપ્યો હતો. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પણ આવી હતી પરંતુ બોલીવુડમાં આ અભિનેતાનું રાજ લાંબા સમય માટે ચાલ્યું નહીં. વત્સલ શેઠ આજકાલ ટીવી સિરિયલમાં કામ કરે છે. તેના લગ્ન ઇશિતા દત્તા સાથે થયા છે. ઇશિતા દત્તા દેખાવમાં ખુબ જ સુંદર છે.
