indian army

બિગ બ્રેકિંગ : જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્યને મોટી સફળતા.

દેશ દુનિયા રાષ્ટ્રીય

વહેલી સવારે થયું ઓપરેશન.
જમ્મુ-કાશ્મીરના નગરોટામાં સુરક્ષાદળો સાથેની એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. સવારે પાંચ વાગ્યાની આસપાસ એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર હવે પૂરું થઈ ગયું છે, પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ કરાયો છે. સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે ટ્રકમાં ચાર આતંકીઓ છુપાયેલા હતા અને તેઓ ટ્રકમાં જ ઠાર થઈ ગયા હતા. બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.

મોટો અકસ્માત ટળ્યો.
મળતી માહિતી મુજબ ચારે આતંકીઓ એક ટ્રકમાં સવાર હતા. ફાયરિંગ શરૂ થતાની સાથે જ સુરક્ષા દળોએ ટ્રકને ઘેરી લીધો હતો, અને આતંકવાદીઓને ટ્રકમાંથી બહાર નીકળવા દીધા ન હતા. કારણ કે તે જંગલનો વિસ્તાર હતો, જો આતંકીઓ ટ્રકની બહાર આવી ગયા હોત તો, એન્કાઉન્ટર વધુ સમય સુધી ચાલી શકે તેમહતું. સુરક્ષા દળોની તાકીદને કારણે આતંકવાદીઓને ટ્રકમાંથી બહાર આવવા દેવાયા ન હતા અને મોટો અકસ્માત ટળી ગયો હતો.

આતંકીઓ આધુનિક હથિયારથી સજ્જ હતાં.
સુરક્ષા દળો માટે ચારે આતંકવાદીઓને મારવા સરળ નહોતા. આતંકીઓ પાસે આધુનિક હથિયાર હતા, આતંકીઓ સતત ધૂમાડાની ગોળી ચલાવતા હતા. પરંતુ સુરક્ષાદળોએ બે કલાકમાં આતંકવાદીઓને ઠાર કરીને ઓપરેશન સમાપ્ત કર્યું હતું.

હાલમાં સુરક્ષા દળો સુનિશ્ચિત કરી રહ્યા છે કે આતંકીઓની સંખ્યા માત્ર ચાર હતી. આ માટે ફક્ત જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જ નહીં પરંતુ આ વિસ્તારને અડીને આવેલા જંગલોમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ અગાઉ 31 જાન્યુઆરીએ આતંકીઓ આ જ રીતે ટ્રકમાંથી આવ્યા હતા અને તેઓ જંગલોમાં સંતાઈ ગયા હતા. જો કે બાદમાં સુરક્ષા દળોએ તેમને ઠાર કરી દીધા હતા.

વધુ વાંચો…