કેન્સર જેવી ખતરનાક બીમારીને હરાવી ચૂકેલા સંજય દત્ત તેની પર્સનલ લાઇફમાં તેની પત્ની માન્યતા દત્તની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સંજય જેલમાં ગયો અથવા બીમારીથી પીડિત હતો, બંને પરિસ્થિતિમાં એક વાત સામાન્ય હતી અને તે તેની પત્નીની ઓળખ હતી, જે આ કપરા સમય દરમ્યાન પતિની સાથે અડીખમ ઉભી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો એક નજર કરીએ શ્રીમતી દત્ત બી ગ્રેડની આઇટમ ગર્લમાથી માન્યતા દત્ત કેવી રીતે બન્યા
તમને જણાવી દઈએ કે માન્યતા દત્તનું અસલી નામ દિલનાવાઝ શેખ છે અને તેનો જન્મ મુંબઈમાં જ 1979માં થયો હતો. જો કે, મીડિયા અહેવાલો અનુસાર, માન્યતાનો સંપૂર્ણ ઉછેર દુબઇમાં જ થયો હતો. એવું કહેવામાં આવે છે કે માન્યતા પણ બોલિવૂડની મોટી અભિનેત્રી બનવા માંગતી હતી. આ માટે તેણે ઘણી કોશિશ પણ કરી પરંતુ જ્યારે તેને સફળતા ન મળી ત્યારે તેણે બી-ગ્રેડ ફિલ્મો કરવાનું શરૂ કરી દીધું.તેણે ફિલ્મ ‘ગંગાજલ’માં એક આઈટમ ડાન્સ પણ કર્યો હતો.
સંજય સાથે માન્યતાનું આ બીજું લગ્ન છે. આ પહેલા માન્યતાના લગ્ન મેરાજ ઉરરેહમાન સાથે થયા હતા. જોકે, ટૂંક સમયમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા. તે જ સમયે, માન્યતા એક સામાન્ય મિત્ર દ્વારા સંજુ બાબાને મળી. એવું કહેવામાં આવે છે કે બંને ધીમે ધીમે એક બીજાને મળવા લાગ્યા અને આ મુલાકાત પ્રેમમાં ફેરવાઈ ગઈ. જે બાદ માન્યતા અને સંજય દત્તે વર્ષ 2008માં ગોવામાં લગ્ન કર્યા હતા.
હવે સંજુ બાબાના વર્ક ફ્રન્ટની વાત કરીએ, અભિનેતા ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મો કેજીએફ, શમશેરા અને ભુજ ફિલ્મોમાં જોવા મળશે.