દુનિયામાં અમીરોની કમી નથી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કરોડો લોકો અબજોપતિ છે. એલોન મસ્ક હોય કે મુકેશ અંબાણી, તેમની સંપત્તિની ચર્ચાઓ કોઈનાથી છુપાયેલી નથી. દુનિયાના આ અમીર લોકોના ઘરથી લઈને કાર સુધી દરેક વસ્તુની કિંમત કરોડોમાં છે. તેઓ દર વર્ષે અબજોની કમાણી કરે છે.
આજે અમે તમને દુનિયાના 10 સૌથી અમીર લોકોની પ્રતિ કલાકની કમાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમારા હોશ ઊડી જશે. આ રકમ એટલી છે કે આપણે જીવનભર હાથ-પગ માર્યા પછી પણ આટલી કમાણી કરી શકતા નથી. ચાલો જાણીએ, વિશ્વના ટોચના 10 સૌથી અમીર લોકો પ્રતિ કલાક કેટલા પૈસા કમાય છે?
1- એલોન મસ્ક
એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ટેસ્લા અને સ્પેસએક્સના માલિક મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની કિંમત લગભગ 800 બિલિયન ડોલર છે, જ્યારે રોકેટ કંપની સ્પેસએક્સની કિંમત લગભગ 100 ડોલર બિલિયન છે. હાલમાં, એલોન મસ્કની નેટવર્થ 218.3 બિલિયન ડોલરની નજીક છે. ઈલોન મસ્ક પ્રતિ કલાક 347 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
2- બર્નાર્ડ આર્નોલ્ટ
બર્નાર્ડ આર્નોલ્ટ, લૂઈસ વીટન અને સેફોરા જેવી 70થી વધુ વર્લ્ડ ક્લાસ બ્રાન્ડ્સના માલિક અને LVMH ના ચેરમેન અને CEO, આજે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ફ્રાન્સના સૌથી મોટા ઉદ્યોગપતિ અને યુરોપના સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટની કુલ સંપત્તિ 188.6 બિલિયન ડોલર છે. બર્નાર્ડ આર્નોલ્ટ 52 કરોડ રૂપિયા પ્રતિ કલાકની કમાણી કરે છે.
3- જેફ બેઝોસ
એમેઝોનના સ્થાપક અને ચેરમેન જેફ બેઝોસ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. આ પહેલા તેઓ લાંબા સમયથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હતા. જેફ બેઝોસની હાલમાં 165.5 બિલિયન ડોલરની સંપત્તિ છે. જેફ બેઝોસ પ્રતિ કલાક 79 કરોડ રૂપિયા કમાય છે.
4- બિલ ગેટ્સ
વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. આ પહેલા તે દુનિયાના અમીર વ્યક્તિ પણ રહી ચૂક્યા છે. હાલમાં બિલ ગેટ્સની કુલ સંપત્તિ 130.7 બિલિયન ડોલરની નજીક છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-સ્થાપક બિલ ગેટ્સ પ્રતિ કલાક 13 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.
5. વોરેન બફેટ
અમેરિકન ઉદ્યોગપતિ વોરેન બફેટને અત્યાર સુધીના સૌથી સફળ રોકાણકારોમાંના એક તરીકે જોવામાં આવે છે. તેઓ બર્કશાયર હેથવેના ચેરમેન અને સીઈઓ છે. વોરન બફેટ છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વના સૌથી વધુ વ્યક્તિ બન્યા હતા, તેમને જેફ બેઝોસે પાછળ છોડી દીધા હતા. વોરેન બફેટની કુલ સંપત્તિ 115.1 બિલિયન ડોલરની નજીક છે. તેની કમાણી 11.48 કરોડ રૂપિયા છે.
6- લેરી પેજ
ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ છેલ્લા એક દાયકાથી દુનિયાના ટોપ 10 સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે. હાલમાં તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ છે. લેરી પેજની કુલ સંપત્તિ 111 બિલિયન ડોલરની નજીક છે. લેરી પેજ પ્રતિ કલાક 20 કરોડ રૂપિયા કમાય છે.
7- લેરી એલિસન
અમેરિકન બિઝનેસમેન લેરી એલિસન ઓરેકલ કોર્પોરેશનના સહ-સ્થાપક, ચેરમેન, સીટીઓ અને સીઈઓ રહી ચૂક્યા છે. એલિસન ડિસેમ્બર 2018થી ટેસ્લાના બોર્ડમાં પણ છે, જ્યારે તેણે તે વર્ષની શરૂઆતમાં 3 મિલિયન શેર ખરીદ્યા હતા. હાલમાં તેની પાસે 108.2 બિલિયન ડોલરની નેટવર્થ છે, જે તેણે ઓરેકલમાંથી કમાઈ છે. લેરી એલિસન 42 કરોડ રૂપિયા પ્રતિ કલાકની કમાણી કરે છે.
8- સેર્ગેઈ બ્રિન
અમેરિકન બિઝનેસમેન સેર્ગેઈ બ્રિને લેરી પેજ સાથે મળીને ગૂગલની સહ-સ્થાપના કરી હતી. બ્રિન 3 ડિસેમ્બર, 2019ના રોજ પદ છોડ્યા ત્યાં સુધી Google ની મૂળ કંપની Alphabet Inc.ના પ્રમુખ હતા. સર્ગેઈ બ્રિન હાલમાં 107.1 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવે છે, જે તેમને વિશ્વના સૌથી ધનિક લોકોમાં 8મા સ્થાને રાખે છે. તે કલાકના 17 કરોડ રૂપિયા કમાય છે).
9- માર્ક ઝકરબર્ગ
ફેસબુકના સહ-સ્થાપક, સીઇઓ અને પ્રમુખ માર્ક ઝકરબર્ગ સોશિયલ નેટવર્કના ચેમ્પિયન છે. માર્ક ઝકરબર્ગ સૌથી યુવા અબજોપતિ છે. હાલમાં તેમની કુલ સંપત્તિ 104.6 બિલિયન ડોલર છે. માર્ક ઝકરબર્ગ કલાકના 3 કરોડ રૂપિયા કમાય છે.
10- સ્ટીવ બાલ્મર
માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ બાલ્મર વિશ્વના ટોપ 10 સૌથી અમીર લોકોની યાદીમાં 10માં નંબરે છે. હાલમાં તેમની કુલ સંપત્તિ $95.7 બિલિયન છે. સ્ટીવ બાલ્મર પ્રતિ કલાક 34 કરોડ રૂપિયા કમાય છે.
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ભારતના મુકેશ અંબાણી પ્રતિ કલાક 50 કરોડ રૂપિયા કમાય છે.