ચિમ્પાન્ઝીઓ કેટલા બુદ્ધિશાળી હોઈ શકે છે તે અંગે આપણને ઘણા પુરાવા મળ્યા છે. આ જીવો મનુષ્યોનું અનુકરણ ખૂબ જ સરળતાથી ઉતારી લે છે. ચિમ્પાન્ઝીની બુદ્ધિનો બીજો પુરાવો મળ્યો છે.
એક ચિમ્પાન્ઝી મનુષ્યોની જેમ જ સાબુ અને બ્રશથી કપડાં ધોતો જોવા મળ્યો હતો.
વીડિયો ચિડિયાઘરનો હોય એવું લાગી રહ્યું છે અને વીડિયોમાં ચિમ્પાન્ઝી કપડાં ધોતી વખતે ચેમ્પિયન જેવો દેખાય છે. પહેલા તેણે પીળા ટી-શર્ટ પર સાબુ લગાવ્યો અને પછી તેને હાથથી ઘસ્યો. બાદમાં તેણે ટી-શર્ટ પર બ્રશ માર્યું.
આ વીડિયો સચિન શર્માએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો વાયરલ થયો છે અને સમાચાર લખાય ત્યાં સુધી તેના પર 3600થી વધુ લાઈક્સ આવી ચૂકી છે.
જુઓ વિડિયો :
View this post on Instagram