છૂટાછેડા થયાના ચાર વર્ષ પછી, કરિશ્માએ તેના લગ્ન અંગે ઘણા મોટા ખુલાસા કર્યા. તેણે હનિમૂન દરમિયાન પતિ સંજયે તેના મિત્રો સાથે બોલી લગાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા.
જ્યારે પણ બોલિવૂડમાં ટ્રેન્ડ બદલનાર અભિનેત્રીઓનાં નામ ગણાશે, ત્યારે તેમાં કરિશ્મા કપૂરનું નામ ચોક્કસપણે સમાવવામાં આવશે. 25 જૂન, 1974માં જન્મેલી કરિશ્મા કપૂર 90ના દાયકામાં બોલીવુડની ટોચની હિરોઇન હતી.
અભિનેતા રણધીર કપૂર અને બબીતા કપૂરની પુત્રી હોવા છતાં, કરિશ્મા કપૂરની ફિલ્મોમાં પ્રવેશ કરવો એટલો સરળ નહોતો.તેને પહેલા પરિવાર તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો.કપૂર પરિવારની છોકરીઓએ ફિલ્મોમાં કામ કરવાનું સારું માન્યું નહોતું. પણ માતા બબીતાએ આપી કરિશ્માને પૂરો ટેકો આપ્યો.
1991ની સાલમાં, 17 વર્ષની ઉંમરે, કરિશ્મા કપૂરે ફિલ્મ પ્રેમ કૈદી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મ હિટ હતી, પરંતુ આ ફિલ્મમાં તેના લૂકની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. કેટલાકએ તેને લેડી રણધીર કપૂર કહેતા હતા અને કેટલાકએ કહ્યું હતું કે તેણી એક છોકરા જેવી લાગે છે.
ફિલ્મ અભિનેતા ગોવિંદા સાથે તેની જોડી ખૂબ સારી હતી.રાજા બાબુ, હીરો નંબર વન, કૂલી નંબર વન, સાજન ચલે સસુરલ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.
વર્ષ 1996માં આવેલી રાજા હિન્દુસ્તાની ફિલ્મ તેની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ હતી.જ્યાં એક તરફ તેણે વ્યાપારી સિનેમામાં સફળતા હાંસલ કરી હતી, ત્યારે તેણે ઝુબિડા, શક્તિ, ફિઝા જેવી ફિલ્મો કરીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી.
છૂટાછેડા પછી પતિ સામે ગંભીર આક્ષેપો
ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશવા માટે, તેણીએ પોતાના પરિવાર સાથે બળવો કર્યો, તે જ ઉદ્યોગ તેના પતિ અને બાળકો માટે છોડીને ગયો. 2003માં તેણે દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા.તેમને બે સંતાનો, પુત્રી સમૈરા અને પુત્ર કિયાન કપૂર છે, પરંતુ તેમનું લગ્નજીવન પણ સારું નહોતું.
2014માં, બંનેના પરસ્પર સંમતિથી છૂટાછેડા થયા હતા. છૂટાછેડા થયાના ચાર વર્ષ પછી, કરિશ્માએ તેના લગ્ન અંગે ઘણા મોટા ખુલાસા કર્યા. તેણીએ બધાને આશ્ચર્ય ચકિત કરતાં કહ્યું કે હનીમૂન દરમિયાન પતિ સંજયે તેના મિત્રો સાથે તેની બોલી લગાવી હતી અને તેને એક રાત સૂવાની ફરજ પડી હતી.
આટલું જ નહીં, કરિશ્માએ તેની સાસુ પર મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. છૂટાછેડા થયા પછી, કરિશ્મા એકલી માતા છે અને તે બંને બાળકોને ઉછેરી રહી છે.