expensive-buiding

વિશ્વની 10 સૌથી મોંઘી ગગનચુંબી ઇમારતો જેની કિંમત અને ઊંચાઈ પર સમગ્ર વિશ્વની નજર રહે છે.

જાણવા જેવુ

વિશ્વના દરેક ખૂણામાં ગગનચુંબી ઇમારતો અને વિશાળ ઇમારતો છે, જેને જોઈને તમે રહી જશો. તેમની સુંદરતા અને આર્કિટેક્ટને બહારથી કે અંદરથી જોઈને તમે જેટલું આશ્ચર્યચકિત થઈ જશો, એટલું જ જ્યારે તમે તેમની કિંમત વિશે જાણશો ત્યારે તમારું મોં ખુલી જશે. ચાલો દુનિયાની સૌથી મોંઘી ઈમારતો વિશે વાત કરીએ.

1. અબરાજ અલ બૈત, મક્કા, સાઉદી અરેબિયા
સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં આવેલી આ 120 માળની હોટેલ વિશ્વની સૌથી મોંઘી ગગનચુંબી ઈમારત છે. આ ઇમારતનું મૂલ્ય $15 બિલિયન US ડોલર છે. 15,00,000 ચોરસ મીટરના ફ્લોર એરિયામાં ફેલાયેલી આ હોટેલમાં 1,00,000 લોકો બેસી શકે છે. આ હોટેલ સત્તાવાર રીતે 2012માં ખોલવામાં આવી હતી. આ લક્ઝરી હોટેલનું બાંધકામ 2004માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેને પૂર્ણ થતાં આઠ વર્ષ લાગ્યા હતા. 601 મીટરની ઉંચાઈ પર, અબરાજ અલ બેત વિશ્વની સૌથી ઊંચી હોટેલ છે.

2. મરિના બે સેન્ડ્સ, મરિના બે, સિંગાપોર
મરિના બે સેન્ડ્સ એ અત્યાર સુધીનો સૌથી મોંઘો સંકલિત રિસોર્ટ છે. આ ઇમારતનું મૂલ્ય $5.5 બિલિયન US ડોલર છે.તે સિંગાપોરના સૌથી લોકપ્રિય પ્રવાસી આકર્ષણોમાંનું એક છે. સિંગાપોરની આ પ્રતિષ્ઠિત ઇમારત 15.5 હેક્ટર વિસ્તારમાં આવેલી છે. બિલ્ડિંગમાં રેસ્ટોરાં, એક હોટેલ, પ્રદર્શન કેન્દ્ર, થિયેટર, રિટેલર્સ અને મનોરંજન સ્થળોનો સમાવેશ થાય છે. મરિના બે સેન્ડ્સમાં ત્રણ 55 માળની ઇમારતો છે.

3. રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા, સિંગાપોર
આ ઇમારતનું મૂલ્ય $4.93 બિલિયન US ડોલર છે.તે વિશ્વનો ત્રીજો સૌથી મોંઘો કેસિનો છે. તે 49 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ સંકલિત રિસોર્ટમાં હોટલ, રિસોર્ટ, કેસિનો અને અન્ય ઘણી મનોરંજન સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમાં ચાર હોટલ છે અને કેસિનો 15,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. આ રિસોર્ટમાં એક મરીન લાઈફ પાર્ક છે જે વિશ્વનું સૌથી મોટું ઓશનેરિયમ છે (એક વિશાળ દરિયાઈ માછલીઘર જેમાં દરિયાઈ પ્રાણીઓ રાખવામાં આવે છે). તેમાં 100,000 સમુદ્રી જીવો રહે છે.

4. અમીરાત પેલેસ, અબુ ધાબી, સંયુક્ત આરબ અમીરાત
સાત સ્ટાર અમીરાત પેલેસ વિશ્વની બીજી સૌથી મોંઘી હોટેલ છે. આ ઇમારતનું મૂલ્ય $3.90 બિલિયન US ડોલર છે.તે 2005માં ખોલવામાં આવ્યું હતું. આ હોટેલ 8,50,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે. આ હોટેલમાં તમને 302 રૂમ, 2500 વાહનો માટે પાર્કિંગ એરિયા, હેલિપેડ અને ઘણું બધું મળશે.

5. કોસ્મોપોલિટન ઓફ લાસ વેગાસ, લાસ વેગાસ, યુનાઇટેડ સ્ટેટ્સ
કોસ્મોપોલિટન એ લાસ વેગાસમાં સ્થિત 52 માળનું લક્ઝરી રિસોર્ટ કમ કેસિનો છે. આ ઇમારતનું મૂલ્ય $3.90 બિલિયન US ડોલર છે. રિસોર્ટમાં 2 બિલ્ડીંગ છે. આ ભવ્ય રિસોર્ટમાં 3,000 રૂમ, 1,10,000 ચોરસ ફૂટનો મેગા-કેસિનો છે.

6. વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ન્યુ યોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ
ન્યુયોર્ક સિટીમાં સ્થિત આ 104 માળનું વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર યુનાઇટેડ સ્ટેટ્સમાં 1451 ફૂટની સૌથી ઊંચી ઇમારત છે. આ ઇમારતનું મૂલ્ય $3.80 બિલિયન US ડોલર છે.તે મૂળરૂપે વર્લ્ડ ટ્રેડ સેન્ટરને બદલવા માટે બનાવવામાં આવ્યું હતું જે 9/11ના આતંકવાદી હુમલામાં નાશ પામ્યું હતું. તેમાં 71 માળ પર ઓફિસ સ્પેસ છે.

7. વિન રિસોર્ટ્સ, લાસ વેગાસ, યુએસએ
આ ઇમારતનું મૂલ્ય $2.70 બિલિયન US ડોલર છે.તે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી હોટેલ છે. આ હોટેલ 615 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. રિસોર્ટમાં 2,716 રૂમ છે. અહીં એક મોટો કેસિનો પણ છે.

8.વેનેટીયન મકાઉ, મકાઉ, ચીન
આ ઇમારતનું મૂલ્ય $2.40 બિલિયન US ડોલર છે.આ રિસોર્ટ 28 ઓગસ્ટ, 2007ના રોજ ખોલવામાં આવ્યો હતો. અહીં વિશ્વનો સૌથી મોટો કેસિનો છે. 1,05,00,000 ચોરસ ફૂટમાં ફેલાયેલ આ કેસિનો વિશ્વની સાતમી સૌથી મોટી ઇમારત અને એશિયાની સૌથી મોટી સિંગલ સ્ટ્રક્ચર હોટેલ છે. આ કેસિનોમાં 39 માળ અને 3,000 રૂમ છે.

9. સિટી ઓફ ડ્રીમ્સ, મકાઉ, ચીન
આ કેસિનો-હોટેલ 2009માં ખોલવામાં આવી હતી. આ ઇમારતનું મૂલ્ય $2.40 બિલિયન US ડોલર છે.અહીં તમને દરેક પ્રકારનું મનોરંજન મળશે. આ હોટલમાં 37 માળ છે. ત્યાં 1,514 ગેમિંગ મશીન અને 450 ગેમિંગ ટેબલ છે.

10. પ્રિન્સેસ ટાવર, દુબઈ, સંયુક્ત આરબ અમીરાત
દુબઈના મરીનામાં આવેલ પ્રિન્સેસ ટાવર 101 માળની ઇમારત છે. આ ઇમારતનું મૂલ્ય $2.17 બિલિયન US ડોલર છે.તેની ઊંચાઈ 413.4 મીટર છે. બુર્જ ખલીફા પછી તે દુબઈની બીજી સૌથી ઊંચી અને વિશ્વની 20મી સૌથી ઊંચી ઈમારત છે. આનું બાંધકામ 2006 માં શરૂ થયું હતું અને તેને પૂર્ણ થતાં છ વર્ષ લાગ્યાં હતાં.