sneha-dube

IFS અધિકારી સ્નેહા દુબેને મળો, જેમણે યુએનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો ક્લાસ લઈ લીધો હતો. જુઓ વિડિયો.

રાજનીતિ

સંયુક્ત રાષ્ટ્રની 76મી મહાસભાને સંબોધતા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ભારત પર નિશાન સાધ્યું હતું. આ પછી, ભારતે તાત્કાલિક જવાબના અધિકાર હેઠળ તેમના નિવેદનોનો જવાબ આપ્યો. ભારત વતી, આ જવાબ સંયુક્ત રાષ્ટ્રમાં દેશની પ્રથમ સચિવ સ્નેહા દુબેએ આપ્યો હતો.

સ્નેહા દુબેએ કહ્યું કે, પાકિસ્તાની પીએમએ ભારતના આંતરિક મામલાને વિશ્વ મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે અને જુઠ્ઠાણા ફેલાવીને ભારતની છબી ખરાબ કરી છે. પાકિસ્તાન એવો દેશ છે જ્યાં આતંકવાદીઓ મુક્ત રહે છે. તેના પડોશીઓને પરેશાન કરવા પાછળથી આતંકવાદને પ્રાયોજિત કરે છે. પાકિસ્તાન ખરેખર આગ લગાવવા વાળો છે, પરંતુ તે પોતાને અગ્નિશામક તરીકે જુએ છે.

તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય આપવાનો પાકિસ્તાનનો અપમાનજનક રેકોર્ડ ખુદ પાકિસ્તાનના ખાતામાં છે. તે આતંકવાદીઓને પોષે છે જેથી તે પડોશીઓને નુકસાન પહોંચાડી શકે. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં આશ્રય મળ્યો હતો. પાકિસ્તાન આજે પણ શહીદ તરીકે તેમનો મહિમા કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતા, છે અને હંમેશા રહેશે. બહુમતીવાદને સમજવું પાકિસ્તાન માટે ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે, તે લઘુમતીઓને પોતાના દેશમાં ઉચ્ચ હોદ્દાઓથી દૂર રાખે છે.

કોણ છે સ્નેહા દુબે
સ્નેહા દુબેએ વર્ષ 2012માં પોતાના પ્રથમ પ્રયાસમાં જ UPSC ની લાયકાત મેળવી હતી. IFS બન્યા પછી, તેઓ વિદેશ મંત્રાલયમાં નિયુક્ત થયા. વર્ષ 2014માં, તેઓ મેડ્રિડમાં ભારતીય દૂતાવાસમાં નિયુક્ત થયા હતા. આ પછી તેમને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના પ્રથમ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

સ્નેહાએ પ્રારંભિક શિક્ષણ ગોવામાંથી મેળવ્યું. પુણેની ફર્ગ્યુસેન કોલેજમાંથી સ્નાતક થયા પછી, તે દિલ્હી આવી અને જેએનયુમાંથી એમએ અને એમફિલ કર્યું. આ પછી, UPSC ક્વોલિફાય થયા પછી IFS બન્યા.

જુઓ વિડિયો :