દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં માણસો પણ જઈ શકતા નથી, આજે પણ એવી ઘણી જગ્યાઓ છે જેના રહસ્યો હજું સુધી વૈજ્ઞાનિકો પાસે પણ નથી.
તમે બાળપણમાં જ એક રાજાની વાર્તા સાંભળી હશે, જે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરે છે તો તે સોનાનું બની જાય છે, પરંતુ શું તમે જાણો છો કે એક તળાવ એવું પણ છે કે જેના પાણીને કોઈપણ સ્પર્શે છે તો તે પથ્થર બની જાય છે. તો ચાલો જાણીએ આ તળાવ વિશે.
ઉત્તરી તાંઝાનિયામાં નેત્રન તળાવ પથ્થરના તળાવ તરીકે પ્રખ્યાત છે. ખરેખર, જ્યારે ફોટોગ્રાફર નિક બ્રાન્ડ ઉત્તરી તાંઝાનિયાના આ વિચિત્ર તળાવની નજીક પહોંચ્યો ત્યારે ત્યાંના દ્રશ્યોએ તેમને આશ્ચર્યમાં મૂકી દીધા.
તળાવની આજુબાજુમાં પશુ પક્ષીઓની મૂર્તિઓ જોવા મળી હતી. પ્રાણીઓ અને પક્ષીઓ કે જે તળાવના પાણીમાં જાય છે તે ટૂંકા સમયમાં પત્થરો બની ગયા.નિક બ્રાન્ડે તેની ફોટો બુક એક્રોસ ધ રેવેજ લેન્ડમાં લખ્યું છે કે આ પ્રાણીઓ કેવી રીતે મૃત્યુ પામ્યા તે કોઈને ખબર નથી પરંતુ આ દ્રશ્યથી નિકને આશ્ચર્ય થયું છે.
તે સરોવરના પાણીમાં મીઠું અને સોડાનું પ્રમાણ એટલું વધારે છે કે ત્યાં પડી રહેલી દરેક વસ્તુ મિનિટોમાં પથ્થર બની જાય છે. અને જો કોઈ સજીવ અથવા માનવી પડે છે તો તે પણ થોડી જ મિનિટોમાં પથ્થર જેવા આકારમાં થીજી જાય છે, તો લાંબા સમય સુધી સોડા અને મીઠાને લીધે તેનું શરીર સુરક્ષિત રહે છે.
જ્વાળામુખીની રાખમાં પાણીમાં જોવા મળતું તત્વ તે ઇજિપ્તવાસીઓ મમીઓને સુરક્ષિત રાખવા માટે વાપરે છે.