maadi-villaige

બિહારના આ ગામમાં મસ્જિદની દેખરેખ હિન્દુઓ કરે છે અને નમાજ પણ પઢે છે, અહીં એક પણ મુસ્લિમ પરિવાર નથી.

ખબર હટકે

બિહારના નાલંદા જિલ્લામાં આવતા આ ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી, પરંતુ અહીં બનેલી મસ્જિદમાં સંપૂર્ણ વિધિ સાથે પાંચ વખત નમાઝ પઢવામાં આવે છે. માડી ગામના લોકોએ આ મસ્જિદને જીવંત રાખી છે.

એક અહેવાલ મુજબ નાલંદા જિલ્લામાં આવતા માડી ગામમાં 1981ના રમખાણો બાદ તમામ મુસ્લિમ પરિવારો સ્થળાંતર કરી ગયા હતા. અહીં રહેતા હિન્દુઓ હવે મસ્જિદની સંભાળ રાખે છે. અહીંના લોકોને આ મસ્જિદમાં ભારે શ્રદ્ધા છે.

ગામના રહેવાસી ઉદય કુમારના જણાવ્યા અનુસાર, આ મસ્જિદે ગામને ઘણી મુશ્કેલીઓ અને કુદરતી આફતોથી બચાવી છે. મુસ્લિમ પરિવારો છોડ્યા બાદ અહીંના હિન્દુઓ મસ્જિદની દેખરેખ કરી રહ્યા છે. ગામલોકો મસ્જિદ માટે દાન પણ આપે છે. ગામનું દરેક મહત્વનું અને શુભ કાર્ય મસ્જિદ તેમજ મંદિરમાં આશીર્વાદ લઈને કરવામાં આવે છે.

ઉદયના જણાવ્યા અનુસાર, આ ગામમાં જે દંપતીના લગ્ન થાય છે, તેઓ પહેલા મસ્જિદમાં માથું નમાવવા આવે છે. ખાલિદ આલમ ભુટ્ટોએ જણાવ્યું હતું કે તેનો પરિવાર પણ 3 દાયકા પહેલા અહીં રહેતો હતો. પરંતુ 1946ના રમખાણો પછી, તેમના દાદા આ સ્થળ છોડીને બિહારશરીફમાં સ્થાયી થયા.

આજે પણ આ પરિવારની 15 એકર જમીન માડી ગામમાં છે.