WWE ટીએલસી મેચમાં બે ફેમસ મહિલા રેસલર નિયા જેક્સ અને શાયના બાઝલર વચ્ચે ભારે ઘમાસાણ જોવા મળ્યું. આ મેચમાં શાયના બાઝલેરે ખૂબ જ ક્રૂરતા બતાવી અને નિયા જેક્સનો પગ તોડી નાખ્યો. બંનેની લડતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શાયના બાઝલેરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. ચાહકો પણ આ વીડિયો પર ઘણી કમેંટ આપી રહ્યા છે.
જુઓ વિડિયો :
આ વીડિયો શાયના બાઝલરના ચાહકો તેમજ ડબલ્યુડબલ્યુઇના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડિઓમાં સ્પષ્ઠ જોઈ શકાય છે કે, શાયના બઝ્લર જેક્સના પગને જુદી જુદી ચાલથી પકડી લે છે અને તેને ટ્વિસ્ટ કરવાનું શરૂ કરી દે છે. નિયા જેક્સ આ દરમિયાન ઘણી તકલીફમાં જોવા મળે છે. ઘણીવાર અપીલ કરવા છતાં, શાયના બઝ્લર તેને છોડતી ન હતી અને તેનો પગ પણ તૂટી ગ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી બધી લાઈક મેળવી રહ્યો છે.
નિયા જેક્સ અને શાયના બાઝ્ઝલર બંને અમેરિકન મૂળના કુસ્તીબાજ છે. ડબ્લ્યુડબ્લ્યુઇ ટીએલસી આ વર્ષમા આયોજીત થયેલ અંતિમ પીપીવી છે. ટી.એલ.સી. એટલે કે ટેબલ, સીડી અને ખુરશીઓ અને આ શસ્ત્રો આ પી.પી.વી.માં મેચોમાં સામેલ શરત મુજબ કાયદેસર છે. તમને જણાવી દઈએ કે TLC PPVની શરૂઆત વર્ષ 2009માં કરવામાં આવી હતી.