vellaur temple

ભારતનું આ મંદિર 15000 કિલો સોનાથી બનેલું છે, એકવાર ચોક્કસ વાંચો.

જાણવા જેવુ

તમે અત્યાર સુધીમાં ભારતના ઘણા મંદિરોની મુલાકાત લીધી હશે. અને બધા મંદિરોમાં કંઈકને કંઈક વિશેષ સુવિધા હશે, પરંતુ આજે અમે એવ મંદિર વિશે જણાવવાં જઇ રહ્યા છીએ જે વિશ્વભરમાં તેની ભવ્યતા માટે પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે આ મંદિર છે તમિલનાડુના વેલ્લૌરમાં આવેલું મહાલક્ષ્મી માતાજીનું મંદિર અને આ મંદિરની વિશેષતા એ છે કે તે 15 હજાર કિલો સોનામાંથી બનાવવામાં આવ્યુ છે. અને આ કારણોસર તેને દક્ષિણ ભારતનું સુવર્ણ મંદિર પણ કહેવામાં આવે છે.

રાત્રે આ મંદિરમાં અજવાળું કરવામાં આવે છે, ત્યારે જ સોનાની ચમક જોવા જેવી હોય છે. મંદિર સવારે 4 થી 8 દરમિયાન અભિષેક માટે અને સવારે 8 થી રાત્રીના 8 દરમિયાન દર્શન માટે ખોલવામાં આવશે. આ મંદિરને વધુ સુંદર બનાવવા માટે, તેના બાહ્ય વિસ્તારને તારાની આકાર આપવામાં આવી છે.

અને એવું કહેવામાં આવે છે કે વિશ્વમાં કોઈ પણ મંદિરના નિર્માણમાં એટલું સોનું નથી. તમને જણાવી દઈએ કે અમૃતસરના સુવર્ણ મંદિરમાં માત્ર 750 કિલો સોનાનો છત્ર છે.

મહાલક્ષ્મી મંદિરમાં દરેક કૃતિ હાથથી બનાવવામાં આવી છે. અને આ મંદિર 2007માં ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. ચાલો આપણે જાણીએ કે રાત્રે ભક્તોની સંખ્યા વધુ હોય છે, કારણ કે આ સમયે સોનાથી બનેલું આખું મંદિર પ્રકાશથી પ્રકાશિત થાય છે, જે એક અદભૂત દૃશ્ય છે.