doctors

સલામ છે આ દંપતિને : 6 દીકરીઓ અને બધી ડોક્ટર… આ દંપતિએ કપરા સમયમાં પણ દીકરીઓને સક્ષમ બનાવી.

ખબર હટકે

કેરળના કોઝિકોડમાં એક પરિવાર છે. અહમદ કુનહમ અને તેની પત્ની જાઈના અહમદ ત્યાં રહે છે. જાઈનાને 6 દીકરીઓ છે. અહેમદ એક પ્રગતિશીલ વ્યક્તિ છે. તેમણે દીકરીઓને સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓ સમાજની સેવા કરી શકે અને અન્ય લોકો માટે પ્રેરણા બની શકે.

એક અહેવાલ અનુસાર, આની અસર તેમની દીકરીઓ પર થઈ. તમામ 6 દીકરીઓ અભ્યાસમાં સારી હતી અને ડોક્ટર બનવા માંગતી હતી. અને દરેકનું સ્વપ્ન સાકાર થયું અને તેણીએ જે કરવું હતું તે કર્યું.

4 દીકરીઓ ફાતિમા અહેમદ, 39 વર્ષની, હાઝરા અહેમદ 33 વર્ષની, આયશા અહેમદ 30 વર્ષની અને ફૈઝા અહમદે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી છે. રેયાના અહેમદ ચેન્નઈમાં MBBSના અંતિમ વર્ષમાં છે જ્યારે સૌથી નાની અમીરા મેંગ્લોરમાં MBBSના પ્રથમ વર્ષમાં છે. ખાસ વાત એ છે કે ચાર દીકરીઓના પતિઓ પણ ડોક્ટર છે.

12 વર્ષની ઉંમરે લગ્ન
અહમદ સાથે લગ્ન કર્યા ત્યારે જાઈના માત્ર 12 વર્ષની હતી. અહેમદ તે સમયે ચેન્નાઈમાં બિઝનેસ કરતો હતો. તેમની પ્રથમ પુત્રીના જન્મ પછી, તેઓ કતાર ગયા અને રિફાઇનરીમાં કામ કરવાનું શરૂ કર્યું.

કતારમાં 35 વર્ષની નોકરી
કતારમાં 35 વર્ષ કામ કર્યા બાદ આ દંપતી કેરળ પરત ફર્યું. બે વર્ષ પહેલા, અહમદને છાતીમાં દુખાવો થયો અને તેનું મૃત્યુ થયું. તે સમયે તેની બે દીકરીઓના લગ્ન હતા. જાઈનાએ દીકરીઓની સંભાળ લીધી.