annpurna

100 વર્ષ પહેલા ચોરાયેલી દેવી અન્નપૂર્ણાની મૂર્તિ ભારત પરત, કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત થશે.

ખબર હટકે

દેવી અન્નપૂર્ણાની મૂર્તિ 100 વર્ષ પહેલાં વારાણસીમાંથી ચોરાઈ હતી. તાજેતરમાં આ મૂર્તિ કેનેડામાંથી મળી આવી હતી.

ANI રિપોર્ટ અનુસાર, આ મૂર્તિ કેનેડાથી ભારત પરત આવી છે અને 15 નવેમ્બરે કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. ભારત સરકારે 11 નવેમ્બરે આ પ્રતિમા ઉત્તર પ્રદેશ સરકારને સોંપી હતી.

એક અહેવાલ મુજબ, આ મૂર્તિ 12 નવેમ્બરે દિલ્હી અને કન્નોજથી અલીગઢ પહોંચશે. આ મૂર્તિ 14 નવેમ્બર, રવિવારે અયોધ્યા પહોંચશે અને 15 નવેમ્બર, સોમવારે કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

અન્નપૂર્ણા દેવીની આ મૂર્તિની લંબાઈ 17 સેમી અને પહોળાઈ 9 સેમી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાંથી ચોરાયેલી ઘણી પ્રાચીન મૂર્તિઓ ઘરે પાછી આવી છે.

વડા પ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને તેમની સાથે હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મો સાથે સંબંધિત 157 કલાકૃતિઓ, શિલ્પો સાથે સ્વદેશ પરત ફર્યા હતા. જેમાં 12મી સદીની નટરાજની મૂર્તિનો સમાવેશ થાય છે.