google

ગૂગલની પાંચ મજેદાર ટિપ્સ જે ફક્ત નિષ્ણાતો જ જાણે છે. જાણો કઈ કઈ છે?

ટેક્નોલૉજી

આજના ટેક્નોલોજીના યુગમાં મોટાભાગના ગૂગલનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમને પૂછવામાં આવે કે તમે ગૂગલની કેટલી ટિપ્સ વિશે જાણો છો, તો પછી તમારો જવાબ ના જ હશે. આજના આ આર્ટીકલમાં, અમે તમને ગૂગલની પાંચ મજેદાર ટિપ્સ વિશે જણાવીશું કે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે અને જે કોઈ નિષ્ણાતથી ઓછી નથી. તો ચાલો જાણીએ…

tilt
જેવુ તમે ગૂગલમાં tilt ટાઇપ કરીને સર્ચ કરશો, તો તમને ઘણા પરિણામો મળશે. આ બધા પરિણામોમાં તમારે પ્રથમ લિન્ક પર ક્લિક કરવું પડશે. જેવુ તમે લિંક પર ક્લિક કરશો, તમારા ફોનની સ્ક્રીન થોડી ત્રાસી થઈ જશે.

કોઈ વર્ષમાં ગૂગલ કેવું હતું
જો તમે એવું જાણવા માગતા હોય કે કોઈ વિશેષ વર્ષમાં ગૂગલ કેવું લાગતું હતું, તો તમે ગૂગલમાં આ રીતે સર્ચ કરી શકો છો. Google in 1998

barrel roll
સૌપ્રથમ તમારા ફોન અથવા કોમ્પુટરમાં ગૂગલ ખોલો અને પછી barrel roll લખીને સર્ચ કરો. આ પછી, તમારી સ્ક્રીન એકવાર સંપૂર્ણ 360 ડિગ્રીમાં ફેરવાઇ જશે. જો તમે બેરલ રોલ પછી 2 લખશો અને પછી સર્ચ કરશો, તો સ્ક્રીન બે વાર ફેરવાશે.

Zerg rush
ગૂગલમાં જ્યારે તમે Zerg rush લખીને સર્ચ પર ક્લિક કરશો ત્યારે, ઘણા રંગોની રિંગ્સ એક સાથે સ્ક્રીન પર ઉપરથી નીચે આવતી દેખાશે અને ધીમે ધીમે તમારી સ્ક્રીન પર જે લખ્યું છે તે ડિલીટ થતું જશે, જોકે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આના લીધે તમારા ફોન પર કોઈ અસર થશે નહીં.

Festivus
ગૂગલમાં જ્યારે તમે Festivus લખીને સર્ચ પર ક્લિક કરશો ત્યારે તમારા લેપટોપ અથવા ફોનની સ્ક્રીનની ડાબી બાજુ એક લાંબી એલ્યુમિનિયમ પોલ દેખાશે, જે સામાન્ય રીતે ગૂગલ પર જોવા મળતું નથી.

વધું વાંચો…