dr-karishma

ડોક્ટરોનો કરિશ્મા : કર્ણાટકમાં મૃત મહિલાના ગર્ભમાંથી બાળકનો બચાવ કર્યો. જાણો ક્યાની ઘટના છે.

ખબર હટકે

કર્ણાટકના એક ગામની 22 વર્ષની સગર્ભા મહિલા અન્નપૂર્ણા અબ્બીગેરીને બે એપીલેપ્ટીક હુમલા આવ્યા હતા. અન્નપૂર્ણાના પરિવારના સભ્યો ગભરાઈ ગયા અને તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

સરકારી હોસ્પિટલના સ્ટાફે રોન તાલુકાના મુશીગેરી ગામની અન્નપૂર્ણાને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપી. અન્નપૂર્ણાને એમ્બ્યુલન્સ દ્વારા દંડપ્પા માનવી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. દુર્ભાગ્યવશ, મુસાફરી દરમિયાન, તેમનું બ્લડ પ્રેશર ઘટવા લાગ્યું અને તેમનું મૃત્યુ થયું. હોસ્પિટલના ડોકટરોએ અન્નપૂર્ણાની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના ગર્ભમાં રહેલા બાળકનું હૃદય હજુ પણ ધબકતું હતું.

એક અહેવાલ મુજબ હોસ્પિટલના ડૉક્ટર વિનોદ, ડૉ.જયરાજ, ડૉ. કિથન અને ડૉ. સ્મૃતિએ પરિવારના સભ્યોની પરવાનગી લીધી અને મહિલાનું ઑપરેશન કર્યું. 15 મિનિટ પછી મૃત માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો.

હોસ્પિટલના વહીવટી અધિકારી ડો. બસનાગૌડા કારીગૌદરાએ કહ્યું, “આ ખૂબ જ દુર્લભ સિદ્ધિ છે. ડૉક્ટરોની ટીમે તાત્કાલિક પગલાં લીધાં. જ્યારે તેઓને બાળકના ધબકારાનો અહેસાસ થયો, ત્યારે તેઓએ જોખમ લેવાનું નક્કી કર્યું. પરિવારના સભ્યો પણ પરિસ્થિતિને સમજીને સંમત થયા.”

અન્નપૂર્ણાના પતિ વીરેશ બંને ભાંગી પડ્યા હતા અને ખુશ પણ હતા. તેણે કહ્યું કે તે પ્રાર્થના કરશે કે કોઈને પણ આ તબક્કામાંથી પસાર થવું ન પડે. બંનેએ એક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. વિરેશે દીકરીનું જીવન ખુશીઓથી સજાવવાની ખાતરી આપી.