pending

કેસ નંબર AST/1/1800 : ભારતનો સૌથી જૂનો કેસ જે આજ સુધી 221 વર્ષથી પેન્ડિંગ છે. વાંચો અહેવાલ.

ખબર હટકે

બોલિવૂડ ફિલ્મ દામિનીમાં સની દેઓલનો “તારીખ પે તારીખ ”આ ડાયલોગ તમને બધાને યાદ જ હશે. આજે આપણે દેશની અદાલતોમાં પડતર કેસો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

કલકત્તા હાઇકોર્ટ દેશની પ્રથમ હાઇકોર્ટ હતી, જેની સ્થાપના વર્ષ 1862માં થઇ હતી. હાલમાં, ‘કલકત્તા હાઇકોર્ટ’ દેશમાં સૌથી વધુ પડતર કેસો ધરાવતી અદાલત માનવામાં આવે છે. હાલમાં આમાં 2.25 લાખ કેસ પેન્ડિંગ છે. આમાંથી 9,979 કેસો છે જે 30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. પરંતુ ભારતમાં એક એવો કેસ પણ છે જે 221 વર્ષથી પેન્ડિંગ છે. તે દેશનો સૌથી જૂનો પેન્ડિંગ કેસ હોવાનું પણ કહેવાય છે.

ભારતનો સૌથી જૂનો પેન્ડિંગ કેસ
નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ મુજબ, કલકત્તા હાઇકોર્ટ કેસ નંબર AST/1/1800 દેશનો સૌથી જૂનો પેન્ડિંગ કેસ છે. આ 221 વર્ષ જૂનો કેસ સૌપ્રથમ 1800માં નીચલી કોર્ટમાં નોંધાયો હતો. આ કેસમાં છેલ્લી સુનાવણી 20 નવેમ્બર 2018ના રોજ ‘કલકત્તા હાઈકોર્ટ’ માં થઈ હતી.

કોલકાતાની નીચલી અદાલતોની ફાઇલોમાં લગભગ 170 વર્ષ પેન્ડિંગ રહ્યા બાદ 1 જાન્યુઆરી, 1970ના રોજ કલકત્તા હાઇકોર્ટમાં AST/1/1800નો ઐતિહાસિક કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ અફસોસની વાત છે કે હાઇકોર્ટમાં પણ આ કેસ છેલ્લા 51 વર્ષથી તારીખે જ જોવા મળે છે.

NJDG ના ચોંકાવનારા આંકડા
નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (NZDG)ના ડેટા અનુસાર, દેશભરમાં 17000 જિલ્લા અને ગૌણ અદાલતોમાં હજુ 100639 કેસો પેન્ડિંગ છે, જે 30 વર્ષથી વધુ જૂના છે. જ્યારે દેશભરમાં કુલ પડતર કેસોની સંખ્યા 3.9 કરોડ છે. વિવિધ હાઈકોર્ટમાં 58.5 લાખ અને સુપ્રીમ કોર્ટમાં 69,000થી વધુ કેસ પેન્ડિંગ છે.

દેશની 24 હાઈકોર્ટમાં લગભગ 49 લાખ કેસ પેન્ડિંગ છે
અત્યારે ભારતની 24 હાઈકોર્ટમાં લગભગ 49 લાખ કેસ પેન્ડિંગ છે. આમાંથી 10 લાખથી વધુ કેસ છે જે 10-30 વર્ષથી પેન્ડિંગ છે. દેશની સૌથી મોટી હાઇકોર્ટ ‘અલ્હાબાદ હાઇકોર્ટ’માં 38 હજાર કેસ 30 વર્ષથી વધુ જૂના છે.

ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ જો દેશમાં સમાન ગતિએ કેસોનો નિકાલ કરવામાં આવે તો આ તમામ કેસોને સમાપ્ત થવામાં 324 વર્ષ લાગી શકે છે.