કોરોના મહામારીની વચ્ચે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે મોટો નિર્ણય લીધો છે. ડેવિડે વોર્નરે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ઓસ્ટ્રેલિયા બિગ બેશ લીગમાં ભાગ નહીં લે. આ સાથે, વોર્નર કહે છે કે કોઈ પણ ખેલાડી માટે 12 મહિના સુધી બાયો બબલમાં રહેવું ખૂબ મુશ્કેલ હોય છે.
બિગ બેશ લીગની શરૂઆતમાં ડેવિડ વોર્નરે સૌથી મોટા ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો. પરંતુ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કર્યા પછી, વોર્નરે છેલ્લા સાત વર્ષથી બીગ બેશા લીગમાં ભાગ લીધો નથી. વોર્નરનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં રમતી વખતે બિગ બેશ લીગમાં ભાગ લેવો શક્ય નથી.
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે તાજેતરમાં જ બાયો બબલ વિશે પ્રશ્નો ઉભા કર્યા હતા. વોર્નર પણ તે ખેલાડીઓમાંથી એક બની ગયો છે જે લાંબા સમય સુધી બાયો બબલને અમલમાં મૂકવાના નિર્ણયથી સહમત નથી. વોર્નરે કહ્યું, “બાયો બબલમાં રહેવું ખૂબ મુશ્કેલ અને પડકારજનક કાર્ય છે”.
ક્વોરેન્ટાઇન સમયગાળો સૌથી મુશ્કેલી
ડેવિડ વોર્નરે વધુમાં કહ્યું કે, તમે આ પ્રકારની પરિસ્થિતિમાં રહી શકતા નથી જ્યાં તમારે 14 દિવસ તમારા ઘરમાં રહેવું પડે. આ રીતે 12 મહિના ગાળવા અત્યંત મુશ્કેલ હોય છે. તમે પરિવાર સાથે સમય પસાર કરવા માંગો છો, પરંતુ તમારે 14 દિવસ રોકાવું પડશે.
ડેવિડ વોર્નરે અગાઉ 20-20 ક્રિકેટથી દૂર થવાના સંકેત પણ આપ્યા છે. 2021, 2022 અને 2023માં બે 20 – ટ્વેન્ટી વર્લ્ડ કપ અને એક વનડે વર્લ્ડ કપ રમાવાના છે. ડેવિડ વોર્નરે 2023 વનડે વર્લ્ડ કપ રમવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે અને માને છે કે આ માટે તે કોઈપણ એક ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી પણ પીછેહઠ કરી શકે છે.