ભારતના વન-ડે ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા માટે, તેનાં ગોઠણના સ્નાયુની ઈજા મનોરંજક અને મૂંઝવણભરરી હતી કારણ કે તે હંમેશા જાણતા હતા કે ઈજા એટલી ગંભીર નથી અને તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રમવા તૈયાર હશે.
રોહિતને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન આ ઇજા થઈ હતી, જેના કારણે તેને આ મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તે થોડા દિવસોમાં ક્રિકેટ રમવા પાછો ફર્યો હતો, જેના કારણે અટકળો શરૂ થઈ હતી.આ પછી, તેને ટેસ્ટ ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે.
33 વર્ષીય ‘ હિટમેન રોહિતે પીટીઆઈને કહ્યું,’ સાચું કહું તો મને ખબર નથી કે શું થઈ રહ્યું હતું અને લોકો શું વાત કરી રહ્યા છે. પરંતુ મને રેકોર્ડ માટે જણાવવા દો કે હું BCCI અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે સતત સંપર્કમાં હતો.
રોહિત શર્માને દુખાવો હોવા છતાં આઈપીએલની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ (DC) તેણે 50 બોલમાં 68 રનની ઇનિંગ્સ ફટકારી હતી. તે હાલમાં ઓસ્ટ્રેલિયા જતા પહેલા બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ‘સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ’ની તાલીમ લઈ રહ્યો છે.
રોહિતે કહ્યું, ‘મેં તેમને (મુંબઈ ઈન્ડિયન્સ) કહ્યું હતું કે હું મેદાનમાં ઉતરી શકું છું કારણ કે તે એક નાનું ફોર્મેટ છે અને હું પરિસ્થિતિઓ સાથે સારી રીતે સમજી શકું છુ. એકવાર મને ખાતરી થઈ ગઈ એના પછી મારે શું કરવાનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ‘
તેણે કહ્યું, ‘ ગોઠણના સ્નાયુની ઈજામાં મને હવે રાહત છે. તેને મજબૂત બનાવવાની પ્રક્રિયા મે શરૂ કરી દીધી છે. ટેસ્ટ ફોર્મેટમાં રમતા પહેલા મારે એકદમ ખાતરી કરવાની જરૂર છે કે કોઈ સમસ્યા ના થાય, તેથી જ કદાચ હું NCAમાં છું. ‘
પ્લે-ઓફમાં ઈજા હોવા છતાં આઈપીએલમાં રમવા વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “મારા માટે ચિંતાની વાત નથી કે કોઈ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવા અંગે શું વાત કરે છે. તેણે કહ્યું, એક વાર ઈજા થઈ, પછીના બે દિવસ સુધી, હું રમી શકીશ કે નહીં, તે પછીના 10 દિવસમાં હું શું કરી શકું તે જોવાની મે માત્ર કોશિશ કરી.
5 વખતના આઈપીએલ ચેમ્પિયન કેપ્ટનએ કહ્યું કે જ્યાં સુધી તે મેદાન પર નથી પહોંચતો ત્યાં સુધી શરીર કામ કરી રહ્યું છે કે નહીં તે ખબર જ નહોતી. તેમણે કહ્યું, પરંતુ દરરોજ ગોઠણના સ્નાયુની ઇજાની સ્થિતિ બદલાતી હતી. જે રીતે તેનો ઉપચાર થઈ રહ્યો હતો, તે જોતાં મને ખાતરી થઈ ગઈ હતી કે હું રમી શકું છું અને તે સમયે મેં મુંબઈ ઈન્ડિયન્સને આના વિશે જણાવી દીધું.
વધું વાંચો…
- ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર : કોમનવેલ્થ ગેમ્સ 2022માં ક્રિકેટની એન્ટ્રી
- ક્રિકેટ : જાણો ટીમ ઈન્ડિયાની જર્સી પર NIKEનો લોગો શાં માટે નહીં જોવા મળે.?
- ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું જીવન કોઈ ફિલ્મ કરતા ઓછું નથી, ટી-શર્ટથી લઈને લગ્ન સુધી વિવાદિત છે.
- ઓસ્ટ્રેલિયા : એવું તે શું થયું કે ખેલાડી ડરીને ભાગવા લાગ્યા?