ભારતીય ગેમર્સ માટે PUBG મોબાઇલના એક સારા સમાચાર છે. PUBG મોબાઇલએ ભારતીય વપરાશકર્તાઓ માટે પૂર્વ રજીસ્ટ્રેશન શરૂ કરી દીધુ છે. આ સિવાય કંપનીએ ભારતીય વેબસાઇટ પર PUBG મોબાઇલ માટે ડાઉનલોડ લિંકને લાઈવ કરી દીધી છે, જોકે હાલમાં કોઈ ડાઉનલોડ લિન્ક કાર્યરત નથી.
ગૂગલ પ્લે સ્ટોર સાથેની લિંકને ક્લિક કર્યા પછી PUBG મોબાઇલ ઇન્ડિયાના ફેસબુક પેજ પર રીડાયરેક્શન થઈ રહ્યું છે. પૂર્વ નોંધણીમાં ભારતમાં પસંદ કરેલા ઉપયોગકર્તાઓ માટે PUBG મોબાઇલ જીવંત થઈ છે, જે Android અને iOS બંને યુઝર માટે છે. રી-એન્ટ્રી પછી, PUBG મોબાઇલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ થશે.
100 મિલિયનના રોકાણની જાહેરાત
ભારતીય બજાર માટે PUBG મોબાઇલનું સ્પેશિયલ વર્જન લોન્ચ કરવામાં આવશે. PUBGએ ભારતીય ગેમિંગ ઉદ્યોગમાં 100 મિલિયનના રોકાણની પણ જાહેરાત કરી છે. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે તેની મૂળ કંપની Krafton Inc. ભારતમાં 100 મિલિયનનું રોકાણ કરશે. આ રોકાણ ભારતમાં રમતગમત, ઇ-રમતો, મનોરંજન અને આઇટી ઉદ્યોગો માટે છે.
તમને જણાવી દઈએ કે PUBG એ ભારતીય બજારમાં પાછા ફરવા માટે ચીની કંપની ટેન્સન્ટ ગેમ્સ સાથેના સંબંધોને તોડી દીધા છે. પબજીની મૂળ કંપની દક્ષિણ કોરિયાની ક્રાફ્ટન ઇન્ક છે, જોકે ભારત અને ચીનમાં પબજી મોબાઈલનો વ્યવસાય ચીની કંપની ટેન્સન્ટ ગેમ્સ સાથે હતો.
વધું વાંચો…
- આટલા અધધ રૂપિયાના રોકાણ સાથે PUBG ભારતમાં કરશે રી-એન્ટ્રી
- ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું જીવન કોઈ ફિલ્મ કરતા ઓછું નથી, ટી-શર્ટથી લઈને લગ્ન સુધી વિવાદિત છે.
- ક્રિકેટ : જાણો ટીમ ઈન્ડિયાની જર્સી પર NIKEનો લોગો શાં માટે નહીં જોવા મળે.?
- ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર : કોમનવેલ્થ ગેમ્સ 2022માં ક્રિકેટની એન્ટ્રી