જો તમે સૌથી સુખી શહેરમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે આ અભ્યાસ પર ધ્યાન આપી શકો છો. યુકેના ઓનલાઇન મોર્ટગેજ સલાહકારે આનો અભ્યાસ કર્યો છે. આમાં ભારતના શહેરોને લગતી રસપ્રદ માહિતી પણ બહાર આવી છે.
વિશ્વના 20 સુખી શહેરોમાં ભારતના 5 શહેરોની પસંદગી કરવામાં આવી છે. આમાં ચંદીગઢ 5માં નંબરે છે. જયપુર 10મા સ્થાને છે. ચેન્નાઈ 13મા સ્થાને, ઈન્દોર 17મા સ્થાને અને લખનૌ 20મા સ્થાને છે.
મુંબઈને સૌથી ઓછા સુખી શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં મુંબઈને પાંચમા ક્રમે રાખવામાં આવ્યું છે. ત્યાં ખુશીનો સ્કોર 100માંથી 68.4 છે. આ ઉપરાંત ગુજરાતનું સુરત શહેર પણ 5માં નંબરે છે.
સ્પેનમાં બાર્સેલોના ઘર ખરીદવા માટે વિશ્વનું સૌથી સુખી શહેર હોવાનું જાણવા મળ્યું છે. ઇટાલીની ફ્લોરેન્સ બીજા નંબરે અને કોરિયાનું ઉલ્સન શહેર ત્રીજા નંબરે છે.
હજારો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને લોકોના ચહેરાનું સ્થાન દ્વારા વિશ્લેષણ કર્યા બાદ આ અભ્યાસ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં ફોટોગ્રાફના બે સેટ બનાવવામાં આવ્યા છે. એક હેશટેગમાં એવા લોકો હતા જેઓ સેલ્ફી સાથે પોસ્ટ કરતા હતા અને બીજામાં એવા લોકો હતા જેમણે #newhomeowner જેવા હેશટેગનો ઉપયોગ કર્યો હતો. આ પોસ્ટ્સ માઈક્રોસોફ્ટ એઝ્યુર ફેશિયલ રેકગ્નિશન ટૂલ દ્વારા સ્કેન કરવામાં આવી છે.