તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં આવેલા પંચપલ્લીના પંચપલ્લી ગામમાં હાથીનું વાછરડું કૂવામાં પડી ગયું હતું. તેને બચાવવા માટે 16 કલાક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આખરે તેને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યુ છે. બહાર કાઢ્યા પછી, હવે હાથી એકદમ સ્વસ્થ અને સલામત છે. વન વિભાગના કર્મચારીઓએ હાથીના બાળકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી અને તેને બહાર કાઢ્યું હતુ.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. સમાચાર મુજબ હાથીનું બાળક આકસ્મિક રીતે કૂવામાં પડી ગયું હતું. જ્યારે ખેડૂતે તેનો અવાજ સાંભળ્યો, તેણે તાત્કાલિક વહીવટતંત્રને જાણ કરી હતી.
વીડિયોમાં જોઇ શકાય છે કે હાથીના બાળકને મોટા કપડાથી બહાર કાઢવામાં આવી રહયું છે. કપડા તેના પગ પર બાંધેલા છે. તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યુ હતુ. 16 કલાકની બચાવ કામગીરી દરમિયાન, તેમને સમયાંતરે ખોરાકનું પરિવહન કરવામાં આવતું હતું. જેથી તે નબળૂ ન બને અને તરત જ તેમને બહાર કાઢ્યા પછી સારવાર આપી શકાય.
ભારતીય વન અધિકારી પ્રવીણ કાસવાને વન વિભાગની પ્રશંસા કરી છે અને લોકોને કૂવો બંધ કરવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે, ’50 ફૂટ ઉંડા કૂવામાંથી હાથીને ઉપાડવા માટે વન કર્મચારીઓને આખો દિવસ લાગ્યો હતો. સંજોગોને આધારે રણનીતિ અપનાવવામાં આવી હતી. આ કાર્યમાં દરેક વ્યક્તિને સલામ.
વધું વાંચો…
- ચક્રવાત વાવાઝોડુ ‘નિવાર’ આજે આ રાજ્યમાં ત્રાટકશે, પવન ગતિ પ્રતિ કલાક 145 કિ.મી રહેશે.
- એલોન મસ્ક, બિલ ગેટ્સને માત આપીને વિશ્વનો બીજો સૌથી ધનિક વ્યક્તિ.ટ્વિટર પર મેમ્સ અને જોક્સનો વરસાદ.
- આ વ્યક્તિએ એક મિનિટમાં સોડાની 68 બોટલ ખોલી બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ – જુઓ વીડિયો
- 82 વર્ષીય દાદીએ કરી આવી કસરત, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર.
- જાણવા જેવું: ગેસ સિલિન્ડર અકસ્માતને કારણે મળી શકે છે આટલું વીમા કવચ!