ટીકટોક પર ભારતમાં પ્રતિબંધ હોઈ શકે છે, પરંતુ આ ચીની એપનો નવો રેકોર્ડ છે. 2020માં ટિકટોક ફેસબુક એપ્લિકેશન કરતા વધારે ડાઉનલોડ કરવામાં આવ્યુ છે.
એપ એનીના રિપોર્ટ અનુસાર , ટિકટોક ટોપ ડાઉનલોડ કરેલી એપ્સની લિસ્ટમાં ત્રણ ક્રમનો કૂદકો લગાવ્યો છે. ટિકટોક પછી, 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન્સની લિસ્ટમાં ફેસબુક બીજા ક્રમે છે.
ડેટા એનાલિટિક્સ ફર્મ એપ એની મોબાઇલ વલણો પર વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો છે. તે અનુસાર, 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન્સની લિસ્ટમાં ટોચની 5 એપ્લિકેશનોમાંથી ચાર ફેસબુકની છે.
ડેટા એનાલિટિક્સ ફર્મ એપ એની મોબાઇલ વલણો પર વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો છે. તે અનુસાર, 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન્સની લિસ્ટમાં ટોચની 5 એપ્લિકેશનોમાંથી ચાર ફેસબુકની છે.
વોટ્સએપ ત્રીજા નંબરે છે, ચોથા નંબર પર ઝૂમ અને પાંચમા ક્રમે ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુકનું એપ મેસેંજર પણ છઠ્ઠા ક્રમે છે. ઝૂમ આ વર્ષે પ્રખ્યાત બન્યું હોવાથી, તે લિસ્ટમાં એક નવી એપ્લિકેશન છે.
ગૂગલની ગૂગલ મીટ એપ્લિકેશન સાતમા ક્રમે છે. તે પછી સ્નેપચેટ, ટેલિગ્રામ અને લાઇકી છે. નોંધનીય છે કે આ ડેટા જાન્યુઆરી અને નવેમ્બર 2020ની વચ્ચે ડાઉનલોડ કરેલી એપ્લિકેશનોનો છે.
આ ડેટા ગૂગલ પ્લે સ્ટોર અને આઇઓએસ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી એપ્લિકેશનોનો છે. એપ એની અનુસાર, કોરોના મહામારીને લીધે, મોબાઇલનો ઉપયોગ પહેલા કરતાં ઘણો વધ્યો છે.
રિપોર્ટ અનુસાર હવે લોકો પહેલા કરતા મોબાઈલ પર વધુ સમય પસાર કરી રહ્યા છે અને આ સમય દરમિયાન બિઝનેસ એપ કેટેગરીમાં પણ મોટો વિકાસ થયો છે. ઉદાહરણ તરીકે, ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ 200% વધ્યો છે.
આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઇઓએસ અને ગૂગલ પ્લે પર લોકોના સમયનો ટ્રેન્ડ 25% વધ્યો છે. ફક્ત એટલું જ નહીં, છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં, આ વખતે પણ આ એપ્લિકેશનની ખરીદીમાં વધારો થયો છે.
રસપ્રદ વાત એ છે કે લોકોએ ડેટિંગ એપ્લિકેશન ટિન્ડર પર સૌથી વધુ સમય વિતાવ્યો છે. કારણ કે આ એપ ગ્રાહકમાં નંબર-1 છે. ગેમિંગ એપ્લિકેશન ફ્રી ફાયર પણ આ વર્ષે સૌથી ડાઉનલોડ કરેલી રમત બની ગઈ છે. પબજી મોબાઇલનો નંબર લીસ્ટમાં ચોથા ક્રમે છે.