Pubg Mobile

PUBG મોબાઇલ ઇન્ડિયાના બીજા ટ્રેલરની રિલીઝ ડેટ થઈ લીક, શું તે ટૂંક સમયમાં લોન્ચ થશે?

ટેક્નોલૉજી

PUBG મોબાઇલ ઇન્ડિયાનું બીજું ટ્રેલર જાન્યુઆરી 15-19 જાન્યુઆરીની વચ્ચે રિલીઝ થવાની સંભાવના છે અને તેમાં ભારતમાં ઘણા મોટા PUBG કન્ટેન્ટ સર્જકો રજૂ થઈ શકે છે.

PUBG મોબાઇલ ઈન્ડિયા માર્ચ 2021માં રિલીઝ થઈ શકે
એક તરફ FAU-G ગેમની લોન્ચ તારીખ જાહેર થઈ છે, તો બીજી તરફ, પબજી મોબાઈલ ઇન્ડિયા વિશે પણ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. જો છેલ્લા અહેવાલનું માનવામાં આવે તો, આપણે 15 જાન્યુઆરીથી 19 જાન્યુઆરીની વચ્ચે PUBG મોબાઇલ ઇન્ડિયાનું નવું ટીઝર મેળવી શકીએ તેમ છીએ. તમને જણાવી દઈએ કે પબજી મોબાઇલનો ભારતીય વૈકલ્પિક FAU-G 26 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થશે. ચોક્કસપણે, PUBG કોર્પોરેશન તેની મોબાઈલ બેટલ રોયેલ ગેમ શરૂ કરવા માટે વિલંબ કરવા માંગશે નહીં, જે ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. જોકે, હાલમાં કંપનીએ તેના લોન્ચિંગ અંગે કોઈ સચોટ તારીખ જણાવી નથી, પરંતુ એવી અફવાઓ છે કે PUBG મોબાઇલ ઈન્ડિયા માર્ચ 2021માં રિલીઝ થઈ શકે છે.

InsideSport રિપોર્ટમાં યુ ટ્યુબરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પબજી મોબાઇલ ઇન્ડિયાનું બીજુ ટ્રેલર 15 જાન્યુઆરીથી 19 જાન્યુઆરીની વચ્ચે રજૂ થઈ શકે છે. જો કે, આ રમત વિકાસકર્તા દ્વારા પુષ્ટિ મળી નથી. અગાઉ, પબજી કોર્પોરેશન દ્વારા રમતની ઘોષણા સમયે PUBG મોબાઇલ ઇન્ડિયાનું પહેલું ગેમનું ટ્રેલર બહાર પાડ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી PUBG Mobile Indiaના લોન્ચિંગ અંગે ઘણી અટકળો ચાલી રહી છે.

અહેવાલમાં શેર કરેલી યુ ટ્યુબ લિંક તમને TECNO BOYzz નામની ગેમિંગ ચેનલ પર લઈ જશે. જ્યારે યુટ્યુબરે દાવો કર્યો છે કે પબજી મોબાઈલ ઈન્ડિયાનું બીજું ટ્રેલર જાન્યુઆરી 15 થી 19 જાન્યુઆરીની વચ્ચે રજૂ કરવામાં આવશે અને તેમાં ભારતમાં ઘણા મોટા પબજી કન્ટેન્ટ સર્જકો રજૂ થશે. જોકે PUBG Corp. તેના વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.

છેલ્લા કેટલાક મહિનામાં, PUBG મોબાઇલ ઇન્ડિયા વિશે ઘણા લીક્સ અને અફવાઓ પ્રકાશમાં આવી છે. PUBG મોબાઇલ પર પહેલા ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ રમતની પેરેંટ કંપની PUBG Corp.એ Tencent Games પાસેથી રમતના સંપાદનને પાછું લઈ લીધું હતું, મોબાઇલ સંસ્કરણના વિકાસકર્તા, ત્યારબાદ PUBG મોબાઇલ ઈન્ડિયા, જે ખાસ કરીને ભારત માટે બનાવવામાં આવ્યું હતું, તેની ઘોષણા કરવામાં આવી, ભારતમાં સ્થાનિક મુખ્યાલયની સ્થાપના કરવામાં આવી, ભરતી શરૂ થઈ અને અંતે સરકાર દ્વારા PUBGના સમાચારો પરત ફરતી વખતે કોઈ પરવાનગીની મંજૂરી નહોતી આવી સ્થિતિમાં, તે જોવામાં આવશે કે પબજી મોબાઇલ ગેમ ભારતમાં ફરીથી ક્યારે ધૂમ મચાવશે.

વધું વાંચો…