alpesh

ગબ્બર ઇઝ બેક : PASSના કન્વિનર અલ્પેશ કથીરિયાના જામીન હાઇકોર્ટે કર્યા મંજૂર.

ખબર હટકે

ગુજરાત હાઈકોર્ટેમાં આજે અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયા છેલ્લા 3 મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતા. અલ્પેશ કથીરિયાની સાથે 12 આરોપીને અગાઉ સેસન્સ કોર્ટે જામીન આપ્યા હતા.

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાનું જીવન
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અમરેલીનાં ગોખરવાડાનાં વતની છે. તેમના પિતા રત્નકલાકારીનું કામ કરે છે. અલ્પેશ કથીરિયાનો જન્મ સુરતમાં થયો હતો. કોલેજ કર્યા બાદ વર્ષ 2012 માં તેમણે LLBનાં કોર્ષમાં એડમિશન લીધુ હતું.

અલ્પેશ કથીરિયાનું લક્ષ્ય
અલ્પેશ કથીરિયાએ સમાજનાં ગરીબ યુવાનો માટે કઇંક કરી બતાવવાનાં લક્ષ્ય સાથે સમસ્ત સમાજને અનામતનો લાભ મળે તે માટે આંદોલનથી સંઘર્ષની શરૂઆત કરી હતી. આજના સમયમાં દ્વારા અલ્પેશ કથીરિયા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની કારણે સરકાર દ્વારા EWS એટલે કે આર્થિક રીતે પછાત લોકોને અનામત મળવાનું શરૂ થઇ ગયુ છે.

એડવોકેટ જનરલે જામીન નામંજૂર કરવાની અપીલ કરી હતી
એડવોકેટ જનરલે રાજદ્રોહ જેવા ગુનામાં જામીન ના આપવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં અલ્પેશ કથીરિયાના એડવોકેટ બાબુ માંગુકિયા અને બેલા પ્રજાપતિએ કોર્ટ સમક્ષ અનેક દલીલો કરી હતી અને જામીનની માંગણી કરી હતી.

શું હતો સમગ્ર મામલો?
તમને જણાવી દઇએ કે, અલ્પેશ કથીરિયા પર એટ્રોસીટીનો કેસ દાખલ થયો હતો, વળી જ્યારે મનપાની ચૂંટણી હતી તે સમયે તેમણે BTP નાં કાર્યકરો સાથે મારામારી કરી હતી. 21મીના ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં પાસનાં આગેવાન અલ્પેશ કથીરીયાની આગેવાનીમાં 50 થી 60 બાઇક અને કારમાં આવેલા 150 થી 200 માણસોનું બીટીપીનાં કાર્યકરે વીડિયો ઉતારતા પાસનાં કાર્યકરોએ મારૂતિવાનમાં બેઠેલા બીટીપીનાં કાર્યકરોને અપશબ્દો કહ્યા હતા. આ સમગ્ર મામલો કામરેજ પોલીસ મથકે પહોંચતાં અલ્પેશ કથીરીયા અને અન્યો સામે એટ્રોસીટી કાયદા હેઠળ પોલિસ ફરિયાદ નોંધાઇ હતી.