e-bike

ગુજરાતના વિદ્યાર્થીઓની કમાલ : પેટ્રોલ અને વીજળીથી ચાલતી હાઇબ્રિડ બાઇક બનાવી.

ખબર હટકે

ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ એક હાઇબ્રિડ બાઇક વિકસાવી છે જે વીજળી અને પેટ્રોલ બંને પર ચાલશે. એએનઆઈના જણાવ્યા અનુસાર, વીવીપી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી આ હાઇબ્રિડ બાઇકની બેટરી સંપૂર્ણ ચાર્જ બાદ 40 કિલોમીટર સુધી ચાલશે.

એ.એન.આઇ. સાથે વાત કરતાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ વિભાગના ડીન ડો.મનીયરે જણાવ્યું હતું કે, હાઇબ્રિડ મોડેલ બનાવવાનું એકમાત્ર કારણ પેટ્રોલ ઇંધણના વધતાં જતાં ભાવ હતા.

“ઇંધણના ભાવ આસમાને ચડી રહ્યા છે. ઇ-વાહનોને ધીમી ચાર્જિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જ અમે એવું વાહન બનાવવાનું વિચાર્યું કે જે બંને કરી શકે.” ડો.મણિયારે જણાવ્યું હતું.

ડો.મણિયારના જણાવ્યા અનુસાર, પેટ્રોલ એન્જિન બાઇકને હાઇબ્રિડ બાઇક બનાવવાનો વિચાર સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો હતો.

એક અહેવાલ મુજબ, વિદ્યાર્થીઓએ અહેવાલ આપ્યો છે કે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, આ હાઇબ્રિડ બાઇક ફક્ત 1 યુનિટ વીજળીનો ઉપયોગ કરીને 40 કિલોમીટર સુધી દોડી શકશે.