ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર-ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર શ્રેણીની બીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની અંતિમ ઇલેવનની જાહેરાત કરવામાં આવી છે. અજિંક્ય રહાણેની કપ્તાની હેઠળ, શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ, બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં ડેબ્યુ ટેસ્ટ મેચ રમશે. આ સિવાય રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં વાપસી કરી ચુક્યો છે. વિકેટકીપર વૃદ્ધિમાન સાહાને પણ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે એની જગ્યાએ રિષભ પંતે ટીમમાં સ્થાન મેળવ્યું છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં પરાજય બાદ મોટા ફેરફારો
એડિલેડમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો આઠ વિકેટથી શરમજનક પરાજય બાદ ટીમમાં મોટા ફેરફારો થયા છે. કેપ્ટન વિરાટ કોહલી રજા લઈને પરત ઘરે પરત ફર્યો છે અને આવી સ્થિતિમાં રહાણેને બાકીની ત્રણ ટેસ્ટમાં કેપ્ટન બનાવવામાં આવશે. કેએલ રાહુલને ફરી એક વાર પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં વાપસી કરી ચુક્યો છે. જાડેજાએ મેચના બે દિવસ પહેલા ફિટનેટ ટેસ્ટ ક્લિયર કરી દીધી હતી. જાડેજા ઑસ્ટ્રેલિયા સામેની ટી -20 આંતરરાષ્ટ્રીય શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતો.
પૃથ્વી શો આઉટ,પંત,સિરાજ ઇન
પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 0 અને 4 રનનું યોગદાન આપનાર પૃથ્વી શોને પણ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવાયો છે અને શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ઑસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 1-0થી આગળ છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી એડિલેડ ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને તે શ્રેણીની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ટીમમાં મોહમ્મદ સિરાજની જગ્યા લેવામાં આવી છે. આ રીતે, ટીમ ઈન્ડિયામાં કુલ ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. પૃથ્વી શોની જગ્યાએ શુભમન ગિલ, વિરાટ કોહલીની જગ્યાએ રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમન સાહાની જગ્યાએ રીષભ પંત અને મોહમ્મદ શમીની જગ્યાએ મોહમ્મદ સિરાજ છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
- અજિંક્ય રહાણે (કેપ્ટન)
- મયંક અગ્રવાલ
- શુભમન ગિલ
- ચેતેશ્વર પૂજારા
- હનુમા વિહારી
- રીષભ પંત
- રવિન્દ્ર જાડેજા
- આર અશ્વિન
- ઉમેશ યાદવ
- જસપ્રીત બુમરાહ
- મોહમ્મદ સિરાજ