HCL ટેક્નોલોજીસના અધ્યક્ષ 38 વર્ષીય મહિલા રોશની નાદર મલ્હોત્રા સૌથી ધનિક ભારતીય મહિલા છે. હુરન ઈન્ડિયાએ કોટક વેલ્થના સહયોગથી 100 શ્રીમંત ભારતીય મહિલાઓની યાદી બનાવવા માટે એક અભ્યાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ લિસ્ટમાં સમાવિષ્ટ મહિલાઓની કુલ સંપત્તિ 2.72 લાખ કરોડ રૂપિયા છે.
રોશનીની કુલ સંપત્તિ રૂપિયા 54,850 કરોડ
રોશની નાદાર મલ્હોત્રાની કુલ સંપત્તિ 54.8 હજાર કરોડ રૂપિયા છે, તેમને તાજેતરમાં એચસીએલ ટેક્નોલોજીસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, આ યાદીમાં બીજા નંબરે આવેલા કિરણ મઝુમદાર-શોની કુલ સંપત્તિ 36..6 હજાર કરોડ રૂપિયા છે.
યાદીમાં સમાવિષ્ટ મહિલાઓની સરેરાશ ઉંમર 53 વર્ષ
આ સૂચિમાં શામેલ 38 મહિલાઓની સંપત્તિ 1000 કરોડ અથવા તેથી વધુ છે. અહેવાલમાં જણાવાયું છે કે યાદીમાં સમાવિષ્ટ મહિલાઓની સરેરાશ વય 53 વર્ષ છે.
28 વર્ષની ઉંમરે કંપનીના CEO બન્યા હતા રોશની
રોશની નાદાર મલ્હોત્રા એચસીએલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ અને સીઈઓ રહી ચૂક્યા છે. તે માત્ર 28 વર્ષની ઉંમરે કંપનીની સીઈઓ બની. આ સાથે તે એચસીએલ ટેક્નોલોજીસ બોર્ડના વાઇસ ચેરપર્સન અને શિવ નાદર ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. ફોર્બ્સ દ્વારા વર્ષ 2017 થી 2019 દરમિયાન જાહેર કરવામાં આવેલી વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં રોશની નાદારનું નામ પણ શામેલ કરવામાં આવ્યું છે. 2019માં, તે આ લિસ્ટમાં 54મા ક્રમે હતી. 2019માં, તે દેશની સૌથી ધનિક મહિલા હતી.
| નંબર | નામ | કુલ સંપતિ(કરોડમાં) | કંપની |
| 1 | રોશની નાદાર મલ્હોત્રા | 54,850 | HCL |
| 2 | કિરણ મજમુદાર શો | 36,600 | બાયોકોન |
| 3 | લીના ગાંધી તિવારી | 21,340 | USV |
| 4 | નીલિમા મોટાપાર્ટી | 18,620 | ડિવિસ લેબોરેટરીજ |
| 5 | રાધા વેમ્બુ | 11,590 | જોહો |