jio

જિઓ ટૂંક સમયમાં જ આપી શકે છે ફટકો ! વાંચો અહીં !

ટેક્નોલૉજી

રિલાયન્સ જિઓએ પહેલો 4જી ફિચર ફોન જિઓ ફોન લોન્ચ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. Jioના આ ફોનની કિંમત લોન્ચ સમયે 1500 રાખવાંમાં આવી હતી. વર્ષ 2019માં, જિઓ ફોન દિવાળી ઓફર હેઠળ 699 રૂપિયામાં વેચવામાં આવ્યો હતો, જ્યારે હવે સમાચાર છે કે જિયો ફોન 300 રૂપિયા સુધી મોંઘો થઈ શકે છે.

91 મોબાઇલના રિપોર્ટ અનુસાર, જિઓ ફોનના ઓફલાઇન રિટેલરોએ કહ્યું છે કે જિઓ ટૂંક સમયમાં જિઓ ફોનની કિંમત 300 રૂપિયા વધારશે. આ વધારા પછી, Jio ફોનની કિંમત 999 રૂપિયા થશે.

125 રૂપિયાનું રિચાર્જ ફરજિયાત.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફોનની કિંમતમાં વધારા સાથે જિઓ ફોન સાથે 125 રૂપિયાનું રિચાર્જ ફરજિયાત કરવામાં આવશે, તેથી ફોનની કિંમત 1,124 રૂપિયા થશે, જો કે જિઓ તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

શું ફીચર આપવામાં આવે છે?
તમને જણાવી દઈએ કે જિઓ ફોનમાં 2.4 ઇંચની QWVGA ડિસ્પ્લે, 1.2 ગીગાહર્ટ્ઝ સ્પ્રીડટ્રમ SPRD 9820A/Q C 8905 ડ્યુઅલ કોર પ્રોસેસર, ગ્રાફિક્સ માટે માલી-400 જીપીયુ, 512 MB રેમ, 4 GB સ્ટોરેજ, સિંગલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.

ફોનમાં 2 મેગાપિક્સલનો પાછળનો કેમેરો, 0.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો, 2000 Mah બેટરી, 4જી VOLTE, બ્લૂટૂથ વી 4.1, વાઇ-ફાઇ, NFC, એફએમ રેડિયો, GPS અને યુએસબી 2.0 સપોર્ટ છે.

વધું વાંચો…