WhatsApp

વોટ્સએપ ખોલ્યા વિના કોણ ઓનલાઈન છે તે જાણવા અહી ક્લિક કરો.

ટેક્નોલૉજી

શું તમે મેસેજ કરતા પહેલા વોટ્સએપ પર કોઈ ઓનલાઇન આવે તેની રાહ જુઓ છો? જો તમારો જવાબ હા છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. આ રિપોર્ટમાં, અમે તમને એક ટીપ્સ જણાવીશું, જેથી તમે વોટ્સએપ એપ ખોલ્યા વિના કોણ કોણ ઓનલાઇન છે તે જાણી શકશો. ખાસ વાત એ છે કે તમારે તમારી વોટ્સએપ એપ ખોલવાની નથી અથવા કોણ કોણ ઓનલાઇન છે એ તપાસવા માટે ઓનલાઇન થવાની પણ જરૂર નથી. ચાલો જાણીએ …

સૌપ્રથમ આ એપ્લિકેશન ફોનમાં ડાઉનલોડ કરો.

ટીપ્સ જણાવતા પહેલા, અમે તમને ચેતવણી આપીએ છીયે કે આ કામ કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે અને તમે પણ જાણો છો કે થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ ફોન માટે સુરક્ષિત નથી. હવે જો તમે જાતે ઓનલાઇન આવ્યા વિના કોણ ઓનલાઈન છે તે જાણવા માંગતા હો, તો પછી ગૂગલમાં જઇને, તમારે GBWhatsApp એપ્લિકેશન શોધવી પડશે અને ત્યારબાદ લિંક પરથી મળેલી APK ફાઇલ ડાઉનલોડ કરવી પડશે.

એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરશો?

  1. એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી, તેની સેટિંગ્સ પર ક્લિક કરો.
  2. હવે Main/ Chat Screen વિકલ્પ પસંદ કરો
  3. Contact Online Toast વિકલ્પ પસંદ કરો
  4. હવે Show contact online toastનો વિકલ્પ પસંદ કરો
  5. આ પછી, જ્યારે પણ તમારા દ્વારા પસંદ કરેલો Contact ઓનલાઇન આવે છે, ત્યારે તમને તાત્કાલિક નોટિફિકેશન મળી જશે.
વધુ વાંચો…

જુઓ શાઓમીના કેટલાક સ્માર્ટફોનમાં થઈ રહ્યું છે આવું! યુઝર થઈ ગયા ગુસ્સે.

આ એપ ભૂલથી પણ ફોનમાં ના રાખતા બાકી ખિસ્સા ખાલી કરી નાખશે ! જાણો કઈ કઈ એપ છે.

સાવધાન : જાણો તમારા ફોનમાં વાઇરસ ક્યાથી આવે છે?