army-cafe

વિડિયો : કાશ્મીરમાં સ્પેશિયલ કાફે જે ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવે છે, જાણો આનંદ મહિન્દ્રાએ આ કેફે વિશે શું કહ્યું.

ખબર હટકે

ભારતીય સૈન્ય માત્ર આપણી સરહદોની સુરક્ષા જ નથી કરતું, પરંતુ ત્યાં કેટલાક કાફે પણ ચલાવે છે, જેથી અહીં આવતા નાગરિકો વિશેષ અનુભવ કરી શકે. આવા જ એક કેફેનો વીડિયો બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલ કેફેનો વીડિયો કાશ્મીરની ગુરેઝ ઘાટીમાં છે. તેનું નામ લોગ હટ કેફે છે. આ વીડિયોમાં એક મહિલા લોકોને આ કેફે વિશે જાગૃત કરતી જોવા મળી રહી છે. તે પહેલા આ કેફેનું એમ્બિયન્સ અને મેનુ કાર્ડ બતાવે છે. તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આને શેર કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું- ‘જ્યાં સુધી મારી વાત છે, આ કેફે 5 સ્ટાર કે 7 સ્ટાર નથી, પરંતુ 10 સ્ટાર ડેસ્ટિનેશન છે.’

હવે આ વિડિયો પર લોકોની પ્રતિક્રિયા પણ જુઓ:

આ વીડિયો શેર કરવા માટે કેફેએ આનંદ મહિન્દ્રાનો પણ આભાર માન્યો છે. સ્ક્રીનશૉટ શેર કરતાં તેણે લખ્યું- ‘અમારા પ્રયાસોની પ્રશંસા કરવા બદલ તમારો આભાર’.

 

View this post on Instagram

 

A post shared by LOG HUT CAFE (@loghutcafe)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારતીય સેના અરુણાચલ પ્રદેશના ઉરી અને તવાંગ ઘાટીમાં પણ આવા જ કેફે ચલાવે છે.