અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ છે. વડોદરા, રાજકોટ અને સુરતમાં 2 દિવસનો નાઇટ કર્ફ્યુ છે. જો કે, રાજ્યમાં 15 જૂનથી માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકો પાસેથી દંડ લેવામાં આવી રહયો છે. આજ સુધીમાં 26 લાખ લોકો પાસેથી 78 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વરસની કમાણી કરતાં પણ આ રકમ વધુ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન ગુજરાતના કેવડિયામાં 31 ઓક્ટોબર 2018 ના રોજ કરવામાં આવ્યું હતું. આ પછી, એટલે કે 31 ઓક્ટોબર, 2019 સુધી મુલાકાતીઓ પાસેથી 63.50 કરોડ રૂપિયાની આવક થઈ.
અમદાવાદ : દર મિનિટે 120 લોકોને દંડ
ગુજરાતમાં સરકાર અને પોલીસ-વહીવટીતંત્રની સતત સૂચના હોવા છતાં પણ લોકો ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરતા નથી. અમદાવાદ શહેરમાં જ 120 થી વધુ લોકો માસ્ક ન પહેરવા બદલ દર મિનિટે દંડ ચૂકવે છે.
લોકો બે રૂપિયાનો માસ્ક લેતા નથી
સરકારની ગાઇડલાઇન મુજબ, કોરોનાથી બચવા માટે બહાર નીકળતા સમયે માસ્ક લગાવવો જરૂરી છે. તેથી, રાજ્ય સરકારે નાગરિકોને સસ્તા માસ્ક પૂરા પાડ્યા છે. અમૂલના દૂધ પાર્લરમાં 5 માસ્કનું પેકેટ 10 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ હોવા છતાં, લોકો બે રૂપિયાના માસ્ક પહેરવા તૈયાર નથી.
માસ્ક નથી પહેરતા તેઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે
હવે માસ્ક વિના પકડાય તો રાજ્યમાં કોરોના ટેસ્ટ લેવામાં આવશે. જો રિપોર્ટ નેગેટિવ આવશે તો 1 હજાર રૂપિયા દંડ ભરવો પડશે. જ્યારે રિપોર્ટ પોજિટિવ આવે ત્યારે સીધા હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
કાર્યવાહી માટે 141 લોકોની ટીમ
પોલીસ કર્મીઓ કોરોના અનલોકના નિયમોનું પાલન કરવા તૈયાર છે, સાથે સાથે મહાનગરપાલિકાએ પણ 141 લોકોની ટીમ ગોઠવી દીધી છે. આ ટીમો માસ્ક ન પહેરવા અને જાહેર સ્થળોએ થૂંકવા ન કરનારા સામે કાર્યવાહી કરે છે. આવી ટીમો શહેરના 7 ઝોનમાં તૈનાત કરવામાં આવી છે.