અમેરિકાના Morderna Inc. એ દાવો કર્યો છે કે કોરોના વાયરસ સામે લડવા માટે એક રસી વિકસાવી છે. કંપનીનું કહેવું છે કે તેમની આ રસી કોરોના સામે 94.5% અસરકારક સાબિત થઈ છે. દરમિયાન, કંપનીએ કહ્યું છે કે મોડર્ના રસીના એક ડોઝ માટે સરકાર પાસેથી 25-37 અમેરિકન ડોલર ઍટલે કે 1854-2744 રૂપિયા લઇ શકે છે.
Morderna એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સ્ટીફન બેંસેલે કહ્યું કે રસીની કિંમત તેની માંગ કેટલી રહેશે તેના પર આધારિત રહેશે. જર્મન સાપ્તાહિક વેલ્ટ એમ સોન્ટાગ સાથેની વાતચીતમાં સ્ટીફન બેંસેલે કહ્યું હતું કે, “અમારી રસીના ભાવ-10-50 ડોલર એટલે કે 741.63 રૂપિયાથી 3,708.13 હોઈ શકે છે.”
સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર સોમવારે વાટાઘાટમાં સામેલ એક યુરોપિયન અધિકારીએ કહ્યું કે યુરોપિયન યુનિયનને રસીના લાખો ડોઝની જરૂર પડશે. યુરોપિયન યુનિયન, પ્રતિ ડોઝ દીઠ 25 ડોલર (1,854 રૂપિયા) ની નીચે કિંમતે સપ્લાય માટે મોર્ડનાં સાથે વાટોઘાટો કરવા માગે છે.
યુરોપિયન યુનિયન સાથેના સોદા અંગે બેન્સેલે કહ્યું કે, “હજી સુધી લેખિતમાં અથવા ઔપચારિક રીતે કંઇ થયું નથી, પરંતુ અમે યુરોપિયન કમિશન સાથે વાતચીત કરી રહ્યા છીએ અને સોદાની પુષ્ટિ કરવા માટે ખૂબ નજીક છીએ.” અમે અમારી રસી યુરોપ પહોંચાડવા માંગીએ છીએ અને અમારો વાટાઘાટો પણ સાચી દિશામાં આગળ વધી રહયો છે. મોડર્નાના સીઈઓએ જણાવ્યું હતું કે, સોદો નક્કી થવામાં જેટલા પણ દિવસો થાય પરંતુ કરાર થવાની ખાતરી છે.
મોડર્નાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલના વચગાળાના ડેટાથી જાણવા મળ્યું છે કે તેની રસી કોવિડ સામે રક્ષણ આપવામાં 94 .5..5 ટકા અસરકારક સાબિત થઈ છે. અમેરિકાની મોડર્ના કંપનીનું કહેવું છે કે તેની રસી mRNA-1273 ટૂંક સમયમાં આવશે.
કંપનીને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં રસીના બે કરોડ ડોઝ લાવવામાં આવશે. કંપનીનો દાવો છે કે આવતા વર્ષ સુધીમાં તે સો કરોડ ડોઝ તૈયાર કરશે, પરંતુ લોકોને આ દવા પહોંચાડવા માટે, મોડર્ના કંપનીને ઘણી ઔપચારિકતાઓમાંથી પસાર થવું પડશે. કંપની ટૂંક સમયમાં સરકાર પાસેથી તેનો ઉપયોગ કરવાની મંજૂરી માંગશે.