Antalia

પૃથ્વી પરના સૌથી મોંઘા ઘરમાં રહે છે મુકેશ અંબાણી. જાણો શું છે વિશેષતા.

ખબર હટકે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી વિશ્વની ટોચની 5 સમૃદ્ધ હસ્તીઓમાંથી એક છે. મુકેશ અને નીતા અંબાણી ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ છે. અંબાણી પરિવાર ફક્ત તેમના આશ્ચર્યજનક બિઝનેસ સેન્સ માટે જ જાણીતો નથી, પરંતુ તેમની જીવનશૈલી પણ ખૂબ જ વૈભવી છે.

27 માળનું એન્ટિલિયા

મુકેશ અંબાણી પરિવાર સાથે મુંબઇમાં બનેલી 27 માળની એન્ટિલિયામાં રહે છે. એન્ટિલિયા એ પૃથ્વી પરના સૌથી ખર્ચાળ ઘરોમાંનું એક છે.

600થી વધુ કર્મચારીઓ

મુકેશ અને નીતા અંબાણીના આ ભવ્ય રહેણાંક સંકુલમાં 600થી વધુ કર્મચારીઓ કાર્યરત છે જે ઘરની સંભાળ રાખે છે તેમજ ઘરની અંદરના તમામ કામ કરે છે.

દર મહિને 2 લાખ સુધીનો પગાર

લાઇવ મીરર ડોટ કોમ અનુસાર, એન્ટિલિયામાં કામ કરતા કર્મચારીઓને દર મહિને 2 લાખ રૂપિયા મળે છે. ઘરના માખીઓથી રસોઈયાઓને આટલો પગાર મળે છે.

આ પગારમાં બાળકો માટે શિક્ષણ ભથ્થું અને પરિવાર માટે તબીબી ભથ્થું શામેલ છે. મુકેશ અંબાણીની એન્ટિલિયા કેટલાક સ્ટાફ બાળકોએ તો અમેરિકામાં જ અભ્યાસ કર્યો છે.

ઘરના માળીનું કામ એ છે કે આ 27 માળની ભવ્ય ઇમારતને કુદરતી રીતે લીલી રાખવી. શહેરની મધ્યમાં સ્થિત આ એન્ટિલિયામાં એકથી વધુ સુંદર ફૂલો અને છોડ છે.

તમને જણાવી દઈએ કે એન્ટિલિયાનો સ્ટાફ બનવા માટે, ઘણા પ્રકારની કસોટીમાથી પસાર થવું પડશે. સ્ટાફની નિમણૂક માટે પ્રાઈવેટ કંપનીને ટેન્ડર આપવામાં આવે છે.