law-kaydo

પાડોશી દેશ પાકિસ્તાનના લોકોને લાગુ પડે છે આ 5 વિચિત્ર કાયદા, જાણો વિચિત્ર કાયદાઓ વિશે.

જાણવા જેવુ

વિશ્વના દરેક દેશના પોતાના નિયમો હોય છે. આમાંના કેટલાક નિયમો ખૂબ જ વિચિત્ર છે, જે જાણ્યા પછી આશ્ચર્ય થાય છે. આવા જ કેટલાક વિચિત્ર કાયદા આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ છે. વિચિત્ર કાયદાના મામલામાં પાકિસ્તાન નંબર વન પર છે. આ કાયદાઓને કારણે દુનિયાભરમાં પાકિસ્તાનની ટીકા પણ થઈ રહી છે. ચાલો જાણીએ પાકિસ્તાનના કેટલાક અન્ય વિચિત્ર કાયદાઓ વિશે.

1. શિક્ષણ ફી ઉપર કર લેવામાં આવે છે
પાકિસ્તાનમાં, જો કોઈ વિદ્યાર્થી તેના અભ્યાસ પાછળ 2 લાખથી વધુ ખર્ચ કરે છે, તો તેણે 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ જ કારણ છે કે ત્યાં ઓછા લોકો અભ્યાસ કરે છે.

2. ફોનને સ્પર્શ કરવા માટે પરવાનગી જરૂરી છે
પાકિસ્તાનમાં જો કોઈ વ્યક્તિ આકસ્મિક રીતે બીજાના ફોનને સ્પર્શ કરે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવે છે અને ત્યાં સજાની જોગવાઈ છે. આવું કરનારને 6 મહિનાની જેલ થઈ શકે છે.

3. અહીં જવા પર પ્રતિબંધ છે
પાકિસ્તાનના કોઈપણ નાગરિકને ઈઝરાયેલ જવાની મંજૂરી નથી. ઈઝરાયેલ જવા માટે અહીંની સરકાર દ્વારા વિઝા આપવામાં આવતા નથી.

4. ગર્લફ્રેન્ડ સાથે રહેતી વખતે એક્શન લેવામાં આવે છે
પાકિસ્તાનમાં જો કોઈ છોકરો તેની ગર્લફ્રેન્ડ સાથે રહેતો પકડાય છે તો તેને જેલની સજા થાય છે. અહીં લગ્ન પહેલા છોકરા-છોકરીની મિત્રતા ગેરકાનૂની માનવામાં આવે છે.

5. અંગ્રેજીમાં અનુવાદ કરવું ગેરકાયદેર છે
પાકિસ્તાનમાં અલ્લાહ, મસ્જિદ, રસૂલ અથવા નબી શબ્દોનો અંગ્રેજીમાં અનુવાદ કરવો ગેરકાયદેસર છે. જો કોઈ આવું કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા સિંધ પ્રાંતમાં એક વિચિત્ર બિલનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જે મુજબ 18 વર્ષની ઉંમરે લગ્ન કરવા ફરજીયાત છે. આ સિવાય જે કોઈ આ કાયદાનું પાલન નહીં કરે તેને સજા કરવામાં આવશે. તેની પાછળ પાકિસ્તાની રાજકારણીઓ દ્વારા આપવામાં આવેલ કારણ એ છે કે તેનાથી સામાજિક દુષણો અને બાળકો પર બળાત્કાર અટકાવવામાં આવશે.