PUBG

વર્ષ 2020માં સૌથી વધુ કમાણી કરનાર ટોપ – 5 PUBG ખેલાડીઓ.જુઓ લિસ્ટ.

ટેક્નોલૉજી

PUBG મોબાઇલ વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય ગેમ છે. તે વર્ષ 2020માં વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મોબાઇલ ગેમ હતી. તે જ સમયે, ઘણા ગેમરે આ ગેમ રમીને લાખો રૂપીયાની કમાણી પણ કરી છે. આ વર્ષ PUBG Mobile esports માટે ઉત્તમ રહ્યું. વિશ્વભરના ખેલાડીઓને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળી. આ રમતની 2020 સીઝનનો અંત આવી રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે ટોચના 5 ખેલાડીઓ વિશે જેમણે આ વર્ષે PUBG મોબાઇલ રમીને સૌથી વધુ કમાણી કરી છે.

5: કિંગ
આ વર્ષે નોવા એસ્પોર્ટ્સનો ભાગ રહેલા કિંગે સારુ પ્રદર્શન કર્યું છે. તાઇવાનના આ ખેલાડીએ PEL 2020 ચેમ્પિયનશીપમાં પોતાનો પરચો બતાવ્યો. પીઈજી 2020એ પીયુબીજી મોબાઇલ એસ્પોર્ટ્સમાં શામેલ થયા બાદ કિંગ માટે પહેલી ટૂર્નામેન્ટ જીતી હતી. કિંગે PUBG ટૂર્નામેન્ટથી વર્ષ 2020માં લગભગ 198 હજાર ડોલર એટલે કે લગભગ 1.45 કરોડની કમાણી કરી હતી.

4: કૂલબોય
પ્રખ્યાત ચીની ખેલાડી કૂલબોય 2019 સુધી XQFનો એક ભાગ હતો. તે પછી તે નોવા એસ્પોર્ટ્સ સાથે સંકળાયેલ હતો. કૂલબોય માટે વર્ષ 2020 પણ સરસ રહ્યું. આ વર્ષે કૂલબોયે પીસકીપર એલીટ લીગ જીતી: સીઝન 2 (પીઈએલ: એસ 2) અને પીસકીપર એલિટ ચેમ્પિયનશીપ્સ તેની ટીમ સાથે. વર્ષ 2020માં, આ ચીની ખેલાડીએ 210 હજાર ડોલર એટલે કે 1.54 કરોડ રૂપિયાની કમાણી કરી.

3: જીમ્મી
નોવા એસ્પોર્ટ્સની જિમ્મી આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. આ ખેલાડીએ વર્ષ 2020માં સારું પ્રદર્શન કર્યું છે. તાઇવાનની જીમ્મીએ પણ આ વર્ષે લગભગ 210 હજાર ડોલર, લગભગ 1.54 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

2: ઓર્ડર
નોવા એસ્પોર્ટ્સના આ ખેલાડીએ 2020માં અત્યંત સારો દેખાવ કર્યો છે. પીઈસી 2020 ચેમ્પિયનશીપમાં ઓર્ડર બીજા ક્રમે રહ્યો. તેણે પબજી મોબાઇલ ગ્લોબલ ચેમ્પિયનશીપમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. આ ચીની ખેલાડીએ વર્ષ 2020માં 213 હજાર ડોલર એટલે કે 1.56 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

1: પેરાબોય
પેરાબોય વિશ્વવ્યાપી શ્રેષ્ઠ પબજી મોબાઇલ પ્લેયર તરીકે ઓળખાય છે. તે વર્ષ 2020માં સૌથી વધુ કમાણી કરનાર પબજી ખેલાડી હતો. આ વર્ષે પેરાબોયે 290 હજાર ડોલર એટલે કે લગભગ 2.13 કરોડ રૂપિયાની કમાણી કરી છે.