વોટ્સએપે થોડા દિવસો પહેલા મેસેજ અદૃશ્ય થઈ જવાના ફીચરને રીલિજ કરવાની જાહેરાત કરી હતી અને હવે આ સુવિધા તમામ ભારતીયો માટે ઉપલબ્ધ છે.
એકવાર Disappearing messages સુવિધા ઓન થઈ જાય, એના પછી મેસેજ મોકલ્યાના સાત દિવસની અંદર મીડિયા ફાઇલો, ઓડિઓ ફાઇલો અને અન્ય સામગ્રી આપમેળે ચેટમાંથી અદૃશ્ય થઈ જશે. વોટ્સએપનું આ નવું ફીચર Android તેમજ iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.
વોટ્સએપ Disappearing messages કેવી રીતે કામ કરશે આના માટે સૌ પ્રથમ તમારે એપ્લિકેશન અપડેટ કરવુવાની રહેશે, ત્યારબાદ આ સ્ટેપને અનુસરો.
1) સૌપ્રથમ વોટ્સએપ ઓપન કરો.
2) ત્યારબાદ જે કૉન્ટૅક્ટ માટે તમે મેસેજ અદૃશ્ય કરવાની ફીચર ઓન કરવા માગો છોં એ કૉન્ટૅક્ટ સિલેક્ટ કરો.
3) ત્યારબાદ સૌથી ઉપર કોન્ટેક્ટનું નામ દેખાય છે તે સંપર્કના નામ પર ક્લિક કરો.
4) નામ પર ક્લિક કરવાથી સંપર્ક માહિતી ખુલી જશે. અહી તમને Disappearing messagesનું ફીચર જોવા મળશે, જે Encryptionનના ઓપ્શનની બરાબર ઉપર છે, એને ઓન કરો.


5) આ ઓપ્શનને ઓન કર્યા પછી Disappearing messages સુવિધા એક્ટિવેટ થઈ જશે. હવે સંમેસેજ-મીડિયા ફાઇલો મોકલ્યાના 7 દિવસ પછી, આપમેળે નીકળી જશે. તેને ઓફ કરવા માટે, તે જ પ્રક્રિયાને અનુસરો અને ઓફ પર ક્લિક કરો.
નોંધ– આ સુવિધાને ચાલુ કરવા પર, ફોટા, વિડિઓઝ સહિતની અન્ય તમામ બાબતો આપમેળે કાઢી નાખવામાં આવશે. જો કે, તે ફોનમાં સેવ કરેલ મીડિયા ફાઇલો રહેશે. ફોરવર્ડ કરેલા મેસેજ આપમેળે કાઢી નાખવામાં આવશે નહીં.