ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ છેલ્લા ઘણા સમયથી મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર પર કામ કરી રહી છે. આ સુવિધાના માધ્યમથી, ઉપયોગકર્તાઓ એક કરતા વધુ ડિવાઇસ પર વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. આને લગતી વિગતો સતત બહાર આવતી રહે છે. હવે તાજેતરના રિપોર્ટમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટના ટેસ્ટિંગ વિશે નવી માહિતી બહાર આવી છે.
વોટ્સએપ માહિતી વેબસાઇટ ડબ્લ્યુબેટાઇન્ફો મુજબ, આ સુવિધા ચાલુ કરવામાં આવશે ત્યારે વોટ્સએપ કોલિંગ કેવી રીતે કાર્ય કરશે તે ચકાસી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, જુદા જુદા ડીવાઇસ પર કોલિંગ ફિચર ટેસ્ટીંગ છેલ્લા અઠવાડિયાથી કરવામાં આવી રહ્યું છે. આનો સીધો મતલબ એ છે કે કંપનીએ સુવિધા પર ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે અને તે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.
એક કરતા વધુ ડિવાઇસ પર એકાઉન્ટ ચાલશે
સુવિધા ક્યારે શરૂ થશે તે અંગે હાલમાં કોઈ અહેવાલ મળ્યા નથી. અહેવાલ અનુસાર, આ સુવિધા દ્વારા ઉપયોગકર્તા એક જ અકાઉંટનો ઉપયોગ એક જ સમયે ચાર ડિવાઇસમાં કરી શકશે. ખાસ વાત એ છે કે મુખ્ય ડીવાઇસને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર રહેશે નહીં. રિપોર્ટ અનુસાર કંપની આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને ઉપયોગકર્તા માટે આ સુવિધાનું પરીક્ષણ કરી રહી છે.
સુવિધા કેવી રીતે કાર્ય કરશે?
કેટલાક જૂના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મલ્ટિ-ડિવાઇસ સપોર્ટની સુવિધા વોટ્સએપના લિંક્ડ ડિવાઇસીસ વિભાગમાં મળશે. નવું ડિવાઇસ ઉમેરવા માટે, ઉપયોગકર્તાઓએ અહીં લિંક અ ન્યુ ડિવાઇસ વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ સુવિધાને સક્ષમ અથવા અક્ષમ કરવા માટે ટોગલ બટન પણ આપવામાં આવશે. અહીં પણ તમને કનેક્ટેડ ડિવાઇસનું લિસ્ટ જોવા મળશે.