telegram

શું હવે ટેલિગ્રામ ઉપયોગ કરવા પૈસા ચૂકવવા પડશે? CEO એ શું કહ્યું તે વાંચો.

ટેક્નોલૉજી

પ્રાઈવસી પસંદ કરવાવાળા ઉપયોગકર્તાઓ માટે ટેલિગ્રામ એક સારામાં સારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. ઉપયોગકર્તાની પ્રાઇવસીને લગતી આવી ઘણી સુવિધાઓ ટેલીગ્રામ છે, જે વોટ્સએપમાં ઉપલબ્ધ નથી.

ટેલિગ્રામનો ઉપયોગ કરવા માટે આવતા સમયમાં હવે તમારે પૈસાની ચૂકવણી કરવી પડશે,જો એવું કહેવામા આવે તો તે આશ્ચર્યજનક નહીં હોય. કારણ કે હવે ટેલિગ્રામ ચલાવવા માટે કંપનીને પૈસાની જરૂર છે.

ટેલિગ્રામ એ ગોપનીયતા કેન્દ્રિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે જે તાજેતરના સમયમાં ભારતમાં ખૂબ જ લોકપ્રિય બની છે. જો કે, ભારતમાં તેની લોકપ્રિયતાનું કારણ કંઈક બીજું છે.

મૂવીઝ અને વેબસિરીઝ ડાઉનલોડ કરવા માટે ઘણા લોકો ટેલિગ્રામનો ઉપયોગ ટૂલ તરીકે કરે છે, કેમ કે મૂવીઝને અહીં સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. હવે વાત કરીએ કે ટેલિગ્રામ કેટલો સમય ફ્રીમાં સેવા આપશે.

ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ, પાવેલ દુરોવે કહ્યું છે કે ધંધો ચાલુ રાખવા માટે, તેમને 2021માં આવક મેળવવાની જરૂર રહેશે.મહત્વનું છે કે, ટેલિગ્રામ એપ્લિકેશનમાં ટૂંક સમયમાં વિશ્વભરમાં 500 મિલિયન એક્ટિવ ઉપયોગકર્તાઓ થવા જઈ રહ્યા છે, પરંતુ હવે કંપનીને ધંધો જાળવવા માટે ભંડોળની જરૂર છે.

ટેલિગ્રામના સીઈઓએ તો એમ પણ કહ્યું હતું કે કંપનીના ખર્ચ ચલાવવા માટે તેમણે તેમની વ્યક્તિગત બચતમાંથી નાણાં ખર્ચ્યા છે. પરંતુ હવે ઉપયોગકર્તાઓની સંખ્યા વધી રહી છે, આને કારણે કંપનીને ભંડોળની જરૂર છે.

આગામી સમયમાં ટેલિગ્રામ માટે આવક પેદા કરવા અંગે, કંપનીના સીઈઓએ કહ્યું છે કે, ‘ટેલિગ્રામ આવતા વર્ષથી આવક ઉત્પન્ન કરશે. અમે આ 7 વર્ષ દરમિયાન તૈયાર કરેલા આપણા મૂલ્ય અને પ્લાન અનુસાર કાર્ય કરીશું. મોટા ભાગના ઉપયોગકર્તાઓ પણ આ ફેરફારની નોંધ લેશે નહીં.

ટેલિગ્રામના સીઇઓ અનુસાર, ટેલિગ્રામ એપ્લિકેશનની આ ફ્રી સુવિધાઓ આગળ પણ મફત હશે અને તેમના પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે, કંપની કેટલીક નવી સુવિધાઓ ઉમેરશે જે વ્યવસાય ટીમ અને પાવર યુઝર્સ માટે હશે. આમાંની કેટલીક સુવિધાઓ પ્રીમિયમ હશે અને ઉપયોગકર્તાઓએ આ માટે ચૂકવણી કરવી પડશે.

એટલે કે, ટેલિગ્રામ આવતા વર્ષે કેટલીક નવી સુવિધાઓ લાવી શકે છે જે વ્યવસાયિક ઉપયોગકર્તાઓને ધ્યાનમાં રાખીને રહેશે. પાવર યુઝર્સ માટે કેટલીક પેઇડ સુવિધાઓ પણ લાવી શકાય છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે નિયમિત ઉપયોગકર્તાઓ ટેલિગ્રામ ફ્રીનો ઉપયોગ ચાલુ રાખશે.

એડ વિશે, કંપનીના સીઈઓએ કહ્યું છે કે એક પર એક ચેટ જાહેરાત મુક્ત રહેશે. સારી વાત એ છે કે ટેલિગ્રામના સીઈઓ કહે છે કે તે આવક ઉત્પન્ન કરવા માટે તેને વોટ્સએપની જેમ વેચશે નહીં.

વધું વાંચો…