તેલંગણામાં કેન્સરથી પીડાતી તેની બહેનનો જીવ બચાવવા માટે 10 વર્ષનો છોકરો રસ્તા પર પક્ષીનો ખોરાક વેચી રહ્યો છે. તે તેની માતા સાથે પક્ષીનો ખોરાક વેચીને નાણાં એકત્ર કરી રહ્યો છે, જેથી તે તેની બહેનની સારવાર કરાવી શકે. મીડિયા રિપોર્ટ અનુસાર આ બાળકનું નામ સૈયદ અઝીઝ છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા અઝીઝની માતાએ કહ્યું કે આજ સુધી તેમની પુત્રી સકીનાની સારવાર માટે કોઈની તરફથી કોઈ મદદ મળી નથી.
તેમણે કહ્યું કે, ‘માત્ર સરકારી ભંડોળ રેડિયેશન થેરાપી માટે જ પ્રાપ્ત થયું હતું. જ્યારે તેની દીકરીની દવા ખૂબ મોંઘી છે. આવી સ્થિતિમાં તેમનો 10 વર્ષનો પુત્ર રસ્તા પર પક્ષીનો ખોરાક વેચી રહ્યો છે અને પૈસા એકત્ર કરવા માટે મહેનત કરી રહ્યો છે.
Telangana | A 10-yr-old boy sells bird food in Hyderabad to pay for his sister Sakeena Begum's brain cancer treatment.
"We haven't received any help. We received govt funds only till radiation therapy. The medication is too expensive," says Bilkes Begum, Sakeena's mother pic.twitter.com/S5G5l9cKWq
— ANI (@ANI) August 6, 2021
ખાસ વાત એ છે કે અઝીઝ કામની સાથે સાથે અભ્યાસ પણ કરે છે. તે સવારે 6-8 વાગ્યે તેની માતા સાથે રસ્તાની બાજુમાં પક્ષીનો ખોરાક વેચે છે. પછી તે નિયમિતપણે સાંજે મદરેસા જાય છે, જેથી તે અભ્યાસ કરી શકે. અઝીઝ અને તેના પરિવારની કહાની સોશિયલ મીડિયા પર પણ છે. લોકો શું કહે છે? અહીં તમે વાંચી શકો છો:
Can i get the details of this child @ani #Hyderabad team.
I would be happy to help his family in what ever way I can.
— Laddu Yadav ?? (@LadduYadavBJP) August 6, 2021
Owaisi please help them
— गौरव | ???? ™| बिट्टू ? (@sinifail_) August 6, 2021