એક દિવસ માટે CM અને PM માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ બને છે. આવો જ એક રસપ્રદ કિસ્સો ઇતિહાસ સાથે પણ સંબંધિત છે. ફિલ્મ જેવી આ વાસ્તવિક જીવનની કહાની છે, IAS અધિકારી કે. જી. બદલાણીની. 11 ઓગસ્ટ 1961 એ દિવસ હતો જ્યારે કે. જી. બદલાણીને દાદરા અને નગર હવેલીના પીએમ જાહેર કરાયા હતા.
15 ઓગસ્ટ 1947ના રોજ, જ્યારે આખો દેશ ભારતની આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ગોવા, દાદરા અને નગર હવેલી પર વિદેશી શાસન હતું. પોર્ટુગલ કોઈપણ કિંમતે આ ત્રણ ક્ષેત્રો છોડવા તૈયાર નહોતું. આ દરમિયાન, ગોવામાં રાષ્ટ્રવાદીઓએ પોર્ટુગલ સામે અભિયાન શરૂ કર્યું.
ત્રણેય પ્રદેશોના લોકોનો એક જ ઉદ્દેશ હતો, આઝાદી. ગાયિકા લતા મંગેશકરે પુણેમાં કોન્સર્ટ કર્યો અને દાન એકત્ર કર્યું જેથી આઝાદી માટે લડનારા લોકો તે પૈસાથી શસ્ત્રો ખરીદી શકે. છેવટે, 21 જુલાઈ 1954ના રોજ જ્યારે દાદરાને પોર્ટુગીઝ રાજથી આઝાદી મળી ત્યારે લોકોની મહેનત સફળ થઈ.
લગભગ બે સપ્તાહ બાદ હવેલી પણ મુક્ત થઈ ગઈ. આઝાદી પછી દાદરા-હવેલીની ‘વરીસ્તા પંચાયત’ બનાવવામાં આવી. ‘વરીસ્તા પંચાયત’ નું શાસન 1 જૂન 1961 સુધી ચાલુ રહ્યું. આ સાથે, ઔપચારિક રીતે ભારતીય સંઘમાં પ્રવેશ માટે વિનંતી પણ કરવામાં આવી હતી.
અત્યાર સુધી દાદર-હવેલીને સત્તાવાર રીતે ભારતમાં સંઘીય પ્રદેશ તરીકે મર્જ કરવામાં આવ્યું ન હતું. આ કારણોસર, વહીવટને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર તરફથી એક સંદેશવાહક મોકલવામાં આવ્યો હતો. સરકારે આ મોટી જવાબદારી ગુજરાત કેડરના IAS અધિકારી બાદલાણીને સોંપવામાં આવી હતી.
એક દિવસ માટે વડાપ્રધાન બન્યા બાદ તેમણે પીએમ જવાહરલાલ નહેરુ સાથે કરાર કર્યો. આ સાથે, દાદરા અને નગર હવેલી સત્તાવાર રીતે ભારતમાં ભળી ગયા. ભારતીય ઇતિહાસમાં માત્ર આ એક જ કિસ્સો નોંધાયેલો છે.