4g internet

સંશોધન: ઇન્ટરનેટ ચલાવવામાં આ રાજ્યની મહિલાઓ સૌથી આગળ.

જાણવા જેવુ

ઇન્ટરનેટ ચલાવવામાં સિક્કિમની મહિલાઓ અને ગોવાના પુરુષો દેશમાં સૌથી આગળ છે. જે લોકો ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી તેમના લિસ્ટમાં બિહારની મહિલાઓ અને મેઘાલયના પુરુષો છે. બિહારની 10 માંથી 8 મહિલાઓએ ક્યારેય તેમના ફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. આવી જ પરિસ્થિતી આંધ્રપ્રદેશની પણ છે.

જમ્મુ-કાશ્મીર અને હિમાચલની મહિલાઓ ગુજરાત, કર્ણાટક કરતાં વધુ ઇન્ટરનેટ ચલાવી રહી છે
જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વધુ મહિલાઓ ગુજરાત, કર્ણાટક કરતા ઇન્ટરનેટ ચલાવે છે. ગુજરાતની 69% મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી નથી.

સૌથી વધારે ઉપયોગ
રાજ્યમહિલાઓ
સિક્કિમ76.7%
ગોવા73.7%
મિઝોરમ67.6%
કેરલ61.1%
લદાખ56.4%
સૌથી ઓછો ઉપયોગ
રાજ્યમહિલાઓ
બિહાર20.6%
આંધ્ર પ્રદેશ21.0%
ત્રિપુરા22.9%
પ.બંગાળ25.5%
તેલંગણા26.5%

પોતાનો મોબાઇલ ફોન રાખનારી મહિલાઓની સંખ્યામાં 14% વધારો
2015-16માં કરાયેલા સર્વેમાં, પહેલીવાર આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તમારો પોતાનો મોબાઇલ ફોન છે? લગભગ 67% સ્ત્રીઓએ હા પાડી હતી. તે હવે 81% છે. તેમાં ગોવામાં સૌથી વધુ સંખ્યા છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ 22% નો વધારો થયો છે.ગોવામાં 10 મહિલાઓમાંથી 9 મહિલાઓનો પોતાનો મોબાઇલ ફોન રાખે છે, જે દેશમાં સૌથી વધુ છે

વધું વાંચો…