ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021માં શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પંજાબ કિંગ્સ સામે ટકરાઇ હતી. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ 6 વિકેટે જીત્યું હતું.મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ CSKને પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ 2021માં પંજાબ કિંગ્સ સાથેની મેચમાં વધુ એક લક્ષ્ય મેળવ્યું હતું. ધોની ચેન્નઈ તરફથી 200 મેચ રમવાનો ખેલાડી બની ગયો છે.
ધોનીએ ચેન્નઈ તરફથી આઈપીએલમાં 176 મેચ રમી છે. આ સિવાય ચેમ્પિયન લીગ ટી 20માં ધોની ચેન્નાઈ તરફથી 24 મેચ રમ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 200મી મેચ રમનારો ધોનીએ 3 વખત CSK તરફથી આઈપીએલનો ખિતાબ જીત્યો છે. તેમના નેતૃત્વ હેઠળ CSK 2 વાર ચેમ્પિયન્સ લીગ ટી 20 નો ખિતાબ પણ જીતી ચૂક્યો છે.
આ પહેલા શેન વોટસને ટ્વિટ કર્યું હતું કે ચેન્નઈ માટે 200 મેચ રમવા માટે ધોનીને બેસ્ટ ઑફ લક કહેવામાં આવતું હતું. તેણે લખ્યું કે તમે ચેન્નઈની ટીમના હૃદયના ધબકારા અને એક મહાન ખેલાડી છો.