bottle-water

પર્યાવરણ સંરક્ષણની દિશામાં મોટું પગલું : 1 જાન્યુઆરીથી આ રાજ્યમાં બોટલમાં બંધ પાણી પર પ્રતિબંધ.

ખબર હટકે

સિક્કિમે પર્યાવરણ સંરક્ષણની દિશામાં મોટું પગલું ભર્યું છે. 1 જાન્યુઆરી, 2022થી પૂર્વોત્તર રાજ્યમાં બોટલમાં બંધ પાણી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સિક્કિમ રાજ્ય સરકાર પ્રકૃતિ અને કુદરતી સંસાધનો બચાવવા માટે ઝડપથી કામ કરી રહી છે.

મુખ્યમંત્રી પી.એસ.તમાંગે કહ્યું કે રાજ્યમાં આવા ઘણા કુદરતી સ્ત્રોત છે જ્યાંથી તાજું અને સારી ગુણવત્તાનું પીવાનું પાણી ઉપલબ્ધ છે.

એક અહેવાલ મુજબ મુખ્યમંત્રી તમંગે એમ પણ કહ્યું હતું કે પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ રાજ્ય કુદરતી સ્ત્રોતોમાંથી પાણી પૂરું પાડશે. તમંગે શનિવારે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન દરમિયાન આ જાહેરાત કરી હતી.

રાજ્ય સરકાર બહારથી આવતા બોટલ્ડ પાણીનો પુરવઠો રોકવાનો પણ પ્રયાસ કરી રહી છે. ઉત્તર સિક્કિમના લાચેનમાં બોટલ્ડ પાણી પર પહેલેથી પ્રતિબંધ છે.

હાલના સ્ટોકને સાફ કરવા માટે રાજ્યમાં ત્રણ મહિનાનો બ્લેન્કેટ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.