‘રામાયણ’માં નિષાદ રાજનું પાત્ર ભજવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યા હવે આપણી વચ્ચે નથી. 72 વર્ષની વયે, તેમણે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. ચંદ્રકાંત પંડ્યાના મૃત્યુના સમાચાર તેમની સાથે કામ કરનારી દીપિકા ચીખલીયાએ આપ્યા હતા.
અન્ય ઘણા કલાકારોએ ચંદ્રકાંત પંડ્યાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. દીપિકા ચિખલિયાએ ચંદ્રકાંત પંડ્યાના નિધન પર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી, ‘#RIP ચંદ્રકાંત પંડ્યા,’ રામાયણ’ના નિષાદ રાજ
તમને જણાવી દઈએ કે, ચંદ્રકાંતનો જન્મ 1 જાન્યુઆરી, 1946ના રોજ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામમાં થયો હતો. તેના પિતા એક ઉદ્યોગપતિ હતા, પરંતુ ચંદ્રકાંતે અભિનયને પોતાની કારકિર્દી બનાવી.
રામાયણમાં તેમના વનવાસ દરમિયાન, તેઓ દરેક પગલા પર શ્રી રામને મદદ કરતા રહ્યા. રામાયણ સિવાય ચંદ્રકાંતે પ્યાર હો ગયા, હોતે હોતે પ્યાર હોગા, અને પ્રેમ લગન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
આ મહિનાની શરૂઆતમાં, ચંદ્રકાંત પંડ્યા પહેલા, રામાયણ અભિનેતા અરવિંદ ત્રિવેદી (રાવણ) 82 વર્ષની વયે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.