અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની નાની પરી આજકાલ હેડલાઇનમાં જોવા મળી રહી છે. 11 જાન્યુઆરીની બપોરે અનુષ્કાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મના ખુશીના આ સમાચાર વિરાટે ખુદ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
વિરાટ-અનુષ્કાના ઘરમાં આ નાનકડી પરી આવવાના સમાચાર આવતાની સાથે જ આ દંપતી પર અભિનંદનનો વરસાદ શરૂ થઈ ગયો હતો. બધાં લોકો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની નાની પરીની પ્રથમ ઝલક મેળવવા માટે પણ તલપાપડ છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની આ નાનકડી પરી દુનિયામાં પગ મૂકતાંની સાથે જબરદસ્ત હેડલાઇન્સ બનાવી રહી છે. એવું સાંભળવામાં આવી રહ્યું છે કે વિરાટ અને અનુષ્કા તેમની આ પુત્રીનું નામ ‘અન્વી’ રાખવાના છે. કોઈ તેમની આ નાની પુત્રીને 2021 નો ‘વાઈરલ સ્ટાર’ કહે છે , જ્યારે કેટલાક કહે છે કે આ છોકરીનો જન્મ ‘સિલ્વર સ્પૂન બોર્ન વિથ’ સાથે થયો હતો .
આમ જોવામાં આવે તો, વિરાટ અને અનુષ્કાની પુત્રી તેના જન્મ થતાં જ કરોડોની સંપત્તિની માલિક બની ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી દેશનો સૌથી મોંઘો ક્રિકેટર છે. મળતા રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીની કુલ સંપત્તિ આશરે 900 કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે અનુષ્કા શર્માની હાલની કુલ સંપત્તિ આશરે રૂ.350 કરોડ છે. બંનેની કુલ સંપત્તિ 1250 કરોડ આસપાસ હોવાનું મનાય છે. આવી સ્થિતિમાં કોહલીની પુત્રીના જન્મ પછી તે 1250 કરોડની સંપત્તિની માલિક બની ગઈ છે.
કોહલીના દિલ્હી અને મુંબઈમાં કરોડોના ઘરો છે
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાની કમાણીનો મોટો હિસ્સો સંપત્તિમાં લગાવ્યો છે. 2020ની શરૂઆતમાં, વિરાટ કોહલીએ દિલ્હીની બાજુમાં આવેલા ગુરુગ્રામમાં તેના પરિવાર માટે 80 કરોડનો બંગલો ખરીદ્યો હતો, અત્યારે તે પોતે વરલી વિસ્તારમાં 38 કરોડના મકાનમાં અનુષ્કા શર્મા સાથે મુંબઇમાં રહે છે.
આ સિવાય આ દંપતીએ જુહુ વિસ્તારમાં તેમનો લક્ઝુરિયસ ફ્લેટ પણ ખરીદ્યો છે, જે હાલમાં તૈયાર થઈ રહ્યો છે. અનુષ્કા અને વિરાટે અલીબાગમાં પણ ફાર્મહાઉસ ખરીદ્યો છે. લોકડાઉનનો આખો સમય આ દંપતીએ તેમના અલીબાગ સ્થિત ફાર્મહાઉસમાં વિતાવ્યો હતો.
વિરાટ-અનુષ્કાની તમામ ગાડીઓની કુલ કિંમત 25 કરોડથી વધુ
દરેક સેલિબ્રિટીની જેમ વિરાટ અને અનુષ્કા લક્ઝરી કારના પણ શોખીન છે. વિરાટ કોહલી લક્ઝરી કાર કંપની ઔડીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આમ તો વિરાટ કોહલી પોતે પણ ઘણી મોટી ઔડી કારની માલિકી ધરાવે છે. વિરાટ પાસે બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી ,ઓડી ક્યૂ 7 (કિંમત 87.7 લાખ રૂપિયા),ઓડી એ 8 (કિંમત 2.97 કરોડ), 2 લેન્ડ રોવર રેન્ડ રોવર, ઓડી આર 8 વી 10 (કિંમત 2 કરોડ રૂપિયા) અને ટોયોટા ફોર્ચ્યુનર છે. વિરાટ અને અનુષ્કાની તમામ ગાડીઓની કુલ કિંમત પણ 25 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.
વિરાટ રેસ્ટોરન્ટ અને જિમ ચેઇનનો માલિક
વિરાટ કોહલી એક ક્રિકેટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. વિરાટ કોહલી જીમ ચેન ‘ચીઝેલ’નો માલિક છે,તે સાથે તેની દિલ્હીમાં 2 રેસ્ટોરન્ટ પણ છે, વિરાટ આઈએસએલમાં ફૂટબોલ ટીમ ‘એફસી ગોવા’ નો પણ માલિક છે. તે જ સમયે, તેણે 2014માં યુરોન ફેશન બ્રાન્ડ WROGN ની પણ શરૂઆત કરી.
અનુષ્કા શર્મા એક સફળ બિઝનેસવુમન
અનુષ્કા શર્મા એક સફળ બિઝનેસવુમન પણ છે. અનુષ્કાએ તેના ભાઈ સાથે મળીને પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. જ્યારે અનુષ્કાએ તેની કપડાની લાઈન NUSH પણ લોન્ચ કરી છે. અનુષ્કા તેના બંને બિઝનેસ સાહસોથી ભારે કમાણી કરે છે.
કપલ બ્રાન્ડ સમર્થનમાથી કમાણી કરે છે
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ખૂબ જ પાવરફૂલ કપલ છે. બંનેની બ્રાન્ડ વેલ્યૂ ખૂબ જ છે. ભારતીય ક્રિકેટર વિરાટનો વાર્ષિક પગાર 7 કરોડ છે. વિરાટ કોહલીએ આઈપીએલની છેલ્લી સીજન,માથી 17 કરોડની કમાણી કરી હતી. વિરાટ પણ જાહેરાતો માટે પણ ભારે ફી લે છે.
આ રીતે, વિરાટ વિવિધ સ્ત્રોતોમાંથી વાર્ષિક 100 કરોડની કમાણી કરે છે. જ્યારે અનુષ્કા શર્મા પણ એક ફિલ્મમાં કામ કરવા માટે 7 થી 8 કરોડ રૂપિયા વસૂલ કરે છે. નિર્માતા તરીકે, તે તેની પ્રોફાઇલ ફિલ્મો અને વેબસીરીઝમાં પણ કમાણી શેર કરે છે. અનુષ્કા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી કમાણી કરે છે.